Bangladesh News : બાંગ્લાદેશ વાયુસેનાનું મેડ ઈન ચાઈના વિમાન એક સ્કૂલ પર તૂટી પડ્યું હતું. જેમાં 10થી વધુના મોત નીપજ્યા હતા. જ્યારે 164 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સોમવારે ઢાકામાં એક શાળા પર બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન ક્રેશ થયું હતું. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે.આ અકસ્માતમાં ૧૬૪ થી વધુ લોકો ઘાયલ થયા છે. ૬૦ થી વધુ ઘાયલોને બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યા છે. નાની ઇજાઓ ધરાવતા ઘણા લોકોની ઉત્તરા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.

ઘાયલોને હાથગાડી પર હોસ્પિટલ લઈ જવામાં આવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઘણા ઘાયલ બાળકોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.સરકારે રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો છે. અકસ્માત સમયે શાળામાં વર્ગો ચાલી રહ્યા હતા અને સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા.બાંગ્લાદેશ સેનાએ વાયુસેનાના F-7 BGI વિમાનના ક્રેશ થવાની પુષ્ટિ કરી છે. આ વિમાન ચીનમાં બનેલું હતું.યુનુસે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છેઆ વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના સભ્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના સ્ટાફ સહિત લોકોએ જીવ ગુમાવ્યો છે, જે ભરપાઈ ન થઈ શકે તેવું છે. આ દેશ માટે ખૂબ જ દુઃખદ ક્ષણ છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.યુનુસે હોસ્પિટલો અને અધિકારીઓને પરિસ્થિતિ સંભાળવા સૂચનાઓ આપી છે. તેમણે ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરાવવાની પણ વાત કરી છે.

બીજી તરફ, ફાયર સર્વિસે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1:18 વાગ્યે બની હતી અને તેમના યુનિટ બપોરે 1:22 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉત્તરા, ટોંગી, પલ્લબી, કુર્મિટોલા, મીરપુર અને પૂર્વાંચલના આઠ ફાયર સ્ટેશનની ટીમો રાહત અને બચાવ કાર્યમાં સામેલ છે.F-7BGI એ બાંગ્લાદેશ વાયુસેના (BAF) નું બહુઉદ્દેશીય ફાઇટર જેટ છે. તે ચીનના ચેંગડુ J-7 ફાઇટરનું અદ્યતન સંસ્કરણ છે, જે સોવિયેત યુનિયનના MiG-21 ની તર્જ પર બનાવવામાં આવ્યું હતું.
BAF એ આ ફાઇટર 2011 અને 2013 ની વચ્ચે ખરીદ્યું હતું. તેને થંડરકેટ સ્ક્વોડ્રનમાં સમાવવામાં આવ્યું હતું.F-7BGI એક જ વારમાં 600 થી 650 કિમીની લડાઇ રેન્જ કવર કરી શકે છે, જ્યારે ફેરી રેન્જ 2,230 કિમી સુધીની છે. તે મહત્તમ 17,800 મીટરની ઊંચાઈ સુધી ઉડી શકે છે અને 155 મીટર/સેકન્ડની ઝડપે ચઢી શકે છે.

આ ફાઇટર જેટમાં 2 તોપો સાથે 7 હથિયાર માઉન્ટિંગ પોઈન્ટ છે. તેના પર 3 હજાર કિલોગ્રામ વજનના મિસાઇલો અને બોમ્બ લગાવી શકાય છે. તે PL-5 અને PL-9 મિસાઇલો, લેસર ગાઇડેડ બોમ્બ અને C-704 એન્ટી-શિપ મિસાઇલોથી સજ્જ થઈ શકે છે.
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?
આ પણ વાંચો:નજરની સામે દિકરો જીવતો સળગી ગયો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પણ જીવન સામાન્ય નથી થયું
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : તપાસ રિપોર્ટ બે દિવસમાં થશે જાહેર, રિપોર્ટ 30 દિવસમાં સબમિટ કરવાનો નિયમ
