Gir Somnath News/ વેરાવળ કોર્ટમાં ચોંકાવનારી ઘટના, યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ, વકીલોએ જીવ બચાવ્યો

વેરાવળ કોર્ટમાં એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી.

Top Stories Gujarat Others Breaking News

Gir Somnath News: ગીર સોમનાથ કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ થયો છે. વેરાવળ કોર્ટના ગેટ પાસે એક યુવકે પેટ્રોલ છાંટીને ત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક અસફાક પંજાએ પોતાને આગ લગાવી જે બાદ વકીલોએ યુવકને બચાવ્યો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવક વર્ષ 2022 ના NDPS કેસમાં આરોપી છે.

વેરાવળ કોર્ટમાં એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. અસફાક ગફ્ફાર ભાઈ પંજા નામના 32 વર્ષીય યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વેરાવળ કોર્ટના મુખ્ય દરવાજા પાસે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ પોતાના પર છાંટીને આગ લગાવી દીધી.જેના કારણે તે દાઝી ગયો હતો. ઘટના સમયે નજીકમાં ઉભેલા વકીલોએ યુવાનને બચાવી લીધો હતો.

આત્મવિલોપનના પ્રયાસ બાદ, યુવકને ગંભીર હાલતમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવક વર્ષ 2022 ના NDPS કેસમાં આરોપી છે. આ ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ગીર સોમનાથ LCB સહિત સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દુકાનદારના યુવકને બેટા કહીને બોલાવતા યુવાનની હત્યા, SC યુવકોનો કલેક્ટર કચેરી આગળ આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો:બોટાદના ભાંભણમાં યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો:પંચમહાલમાં પ્રજાનો અવાજ નીંભર તંત્રના કાને ન પડતા વિપક્ષના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ