Rajasthan News/ રાજસ્થાનના ઝાલાવાડમાં પ્રાથમિક શાળાની છત તૂટી પડી, 5ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત

રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે.  આ મોટી દુર્ઘટનામાં અનેક બાળકો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. તૂટી ગયેલી છતની નીચે અનેક બાળકો દટાયા હોવાની આશંકા છે.

Top Stories India Breaking News

ઝાલાવાડઃ રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે.  આ મોટી દુર્ઘટનામાં અનેક બાળકો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. તૂટી ગયેલી છતની નીચે અનેક બાળકો દટાયા હોવાની આશંકા છે.  અત્યાર સુધીમાં પાંચ બાળકો મૃત્યુ પામ્યા છે અને 30 ગંભીર ઇજાગ્રસ્ત છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી. વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે.

શાળાની છત તૂટી પડવાથી થયેલા અકસ્માત બાદ, વિસ્તારના લોકો મદદ માટે પહોંચી ગયા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

રાજસ્થાનની કેટલીય સરકારી સ્કૂલો બિસ્માર હાલતમાં છે. તેને રિપેર કરવાનું વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં તંત્ર તેની સુધ લેતું નથી. છેવટે જે દુર્ઘટના થવાની હતી તે થઈને રહી. હવે તંત્ર તરત થીગડાં મારવા લાગી જશે. તપાસ સમિતિ રચવાના તરકટ રચાશે. દોષનો ગાળિયો કોઈ નાની વ્યક્તિ કે કોન્ટ્રાક્ટરના ગળામાં ભેરવી દઈને આખા કેસનો વીંટો વાળી દેવામાં આવશે.  હવે તો વર્ષોથી ચાલતી આ કવાયતમાં તંત્રને પણ જાણે માસ્ટરી આવી ગઈ છે. મૃતકો માટે વળતરનો ભાવ ચાર લાખ રૂપિયા નક્કી કરી દેવાયો છે. હવે આ જાણે વળતરનો ભાવ છે કે મોઢું બંધ રાખવાનો ભાવ તે સમજવું થોડું અઘરું છે. સ્થાનિક પંચાયતના સભ્યથી લઈ કોર્પોરટરથી લઈ વિધાનસભ્યથી માંડ સાસદ સુધીના બધાની સાથે આખુ તંત્ર ઓપરેશન કવર અપમાં લાગી જાય છે. લોકોના નસીબમાં ફક્ત એક જ વસ્તુ આવે છે તારીખ, વળતરની પણ અને આવી બીજી દુર્ઘટના ક્યારે થશે તેની રાહ જોતા રહેવાની પણ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”

આ પણ વાંચો:PM Modi પહોંચ્યા ગ્રીસ, ભારતીય વિદ્યાર્થીઓ આપશે અદભૂત પ્રેઝન્ટેશન

આ પણ વાંચો:ખેલાડીઓની ઓળખ કરીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે:PM Modi