નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે.”
પીએમઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ હતું કે રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના દુ:ખદ અને ઘણી જ દર્દનાક છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને સંભવિત તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.
The mishap at a school in Jhalawar, Rajasthan, is tragic and deeply saddening. My thoughts are with the affected students and their families in this difficult hour. Praying for the speedy recovery of the injured. Authorities are providing all possible assistance to those…
— PMO India (@PMOIndia) July 25, 2025
કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીએ પણ મૃતકો અંગે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની છત તૂટી પડવાથી અનેક નિર્દોષ બાળકોના મોત અને અનેકને ઇજા થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. હું કોંગ્રેસના તમામ સાથીદારોને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તેટલી મદદ કરવા અપીલ કરું છું.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મોટી દુર્ઘટનામાં અનેક બાળકો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. તૂટી ગયેલી છતની નીચે અનેક બાળકો દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં પાંચ બાળકો મૃત્યુ પામ્યા છે અને 30 ગંભીર ઇજાગ્રસ્ત છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી. વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે.
શાળાની છત તૂટી પડવાથી થયેલા અકસ્માત બાદ, વિસ્તારના લોકો મદદ માટે પહોંચી ગયા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
આ પણ વાંચો:ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”
આ પણ વાંચો:PM Modi પહોંચ્યા ગ્રીસ, ભારતીય વિદ્યાર્થીઓ આપશે અદભૂત પ્રેઝન્ટેશન
