Gujarat News/ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય!

ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની 357 ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે 20 માંદગી રજા અને 15………

Gujarat Top Stories Others

Gujarat News: રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની 357 ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે 20 માંદગી રજા અને 15 ખાસ રજા આપવામાં આવશે.

આ નિર્ણયનો કુલ 1282 કર્મચારીઓને લાભ મળશે જેમાં 1167શૈક્ષણિક અને 115 બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડીકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બિમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન 10 રજાઓ પુરા પગારમાં અથવા 20 રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે.

આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા 15 ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ લઇ જઈ શકાશે નહી તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકારની નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ

આ પણ વાંચો:ગુજરાત સરકારનો ખાતર વિતરણને લઈ મહત્વનો નિર્ણય, હવે રાજ્ય કક્ષાએથી રખાશે ખાતર વિતરણ પર નજર

આ પણ વાંચો:સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય