Banaskantha News: બનાસકાંઠાના દાંતા તાલુકામાં PHC સેન્ટર જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. દાંતાના ગોરાડ ગામેથી સરકારનું PHC સેન્ટર એટલું જર્જરિત થઈ ગયું હતું કે તેને કાઢી નાખવાની જરૂર પડી છે. આ સેન્ટરને ગામથી દસ કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યું છે. ગ્રામજનોના વિરોધ વચ્ચે આ સેન્ટર દૂર ખસેડવામાં આવ્યું છે.
ગામલોકોએ આ સેન્ટરને ગામમાં જ અન્ય સ્થળ આપવાની તૈયારી દાખવી હતી, પરંતુ આ સેન્ટરના ડોક્ટરે પોતાની મનમાની ચલાવી હતી અને તે વર્ષોથી હીં ચાલતા સેન્ટરને ગામડાથી 10 કિલોમીટર દૂર લઈ ગયા છે. આના કારણે ગ્રામજનોને પડતી હાલાકીમાં વધારો થયો છે. તંત્રના આ પગલાંના કારણે ગ્રામજનોમાં આક્રોશ છે.
ગ્રામજનોનો આરોપ છે કે ડોક્ટરને સરકારનો મફત પગાર ખાવો છે. તે આખો દિવસ સેન્ટરમાં વિડીયો ગેમ રમે છે. જો આ સેન્ટર ગામમાં પરત નહીં લાવામાં આવે તો આંદોલન થશે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે હવે જો કોઈ બીમાર પડે તો તે શું આ સ્થિતિમાં છેક દસ કિ.મી. દૂર સારવાર કરાવવા જશે. આ પ્રકારના મનમાની કરતા ડોક્ટરને દૂર કરવાના બદલે તંત્ર સેન્ટર જ દૂર લઈ ગયું. આના કારણે ગ્રામજનોની તકલીફ વધશે. ગ્રામજનોને લાગી રહ્યુ છે કે તંત્ર વહેલા કે મોડા આ સેન્ટરને તાળા મારવાની તૈયારીમાં છે, એટલે તો પહેલા તેને જર્જરિત થવા દીધુ. હવે તેને દૂર લઈ ગયું. હવે ક્યારે તાળા મારી દેશે તેની ખબર પણ નહીં પડે. જ્યારે ગ્રામજનોએ તબીબી સુવિધાના અભાવે વલખા મારવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ અહીં કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠાના થરાદમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોને હાલાકી
આ પણ વાંચો: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ઝડપાયો 3.95 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો, દુકાનદાર સામે તપાસ શરૂ
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ દયનીય બની
