Vadodara News : વડોદરામાં જુગારધામ પર વારસિયા પોલીસે સફળ રેડ પાડી હતી. જેમાં કિશનવાડી વુડાના મકાનમાં જુગાર ચાલતો હતો. પોલીસે રેડ કરી બંધ મકાનમાં જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી લીધા હતા. અહાંથી પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તપાસમાં વિનોદ વણઝારા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાનો આરોપ છે. આ શખ્સ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનો આરોપ છે. શ્રાવણ માસમાં ચાલતા જુગારને લઇને પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં બ્લોક નંબર 42 રૂમ નંબર 24માંથી જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે તમામ જુગારીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
