Bhavnagar News/ મહુવા ટાઉનમાં LCBની મોટી કાર્યવાહી, જુગારધામ પર રેઇડ, 5 શકુનિઓ ઝડપાયા

આ દરોડા દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા, જેમાં જેન્તિભાઈ બાંભણીયા, રસિકભાઈ ચૌહાણ, અજય શિયાળ, કાળુ સાંખટ અને રોહિત ભીલનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા ટાઉન વિસ્તારમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નેસવડની ગુંદા શેરીમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર LCBએ દરોડો પાડીને પાંચ શકુનિઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી, જેના પરિણામે જુગાર રમતા આરોપીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

LCBની ટીમે ગુંદા શેરીમાં ચાલતા જુગારધામ પર ચોક્કસ માહિતીના આધારે રેઇડ કરી હતી. આ દરોડા દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા, જેમાં જેન્તિભાઈ બાંભણીયા, રસિકભાઈ ચૌહાણ, અજય શિયાળ, કાળુ સાંખટ અને રોહિત ભીલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. દરોડા દરમિયાન LCBએ જુગારના સાધનો અને રોકડ રકમ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપાયેલા પાંચેય આરોપીઓ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા (Gambling Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે નેસવડની ગુંદા શેરીમાં ખુલ્લેઆમ જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીઓ અગાઉથી જ પ્રાપ્ત થઈ રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ