Banaskantha News/ બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

કાલે પણ લાંબા સમય પછી બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાનું આગમન થયુ હતું જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

Top Stories Gujarat Breaking News

 Banaskantha News:બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ લાંબા સમય પછી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. બપોરે સરહદી વિસ્તારોમાં વરસાદ પડ્યો.લાખણી વિસ્તારના ખેડૂતો ભારે વરસાદથી  ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. લાંબા સમય પછી થયેલા આ વરસાદથી ખેડૂતોને તેમના પાક માટે જરૂરી વરસાદ મળ્યો છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે અનુસાર આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડશે. 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

કાલે પણ લાંબા સમય પછી બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાનું આગમન થયુ હતું જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાએ અંબાજી અને આસપાસના વિસ્તારો પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે.અંબાજીમાં મુશળધાર વરસાદથી બજારો છલકાઈ ગયા હતા, આ વરસાદના આગમનથી લોકોમાં જ નહીં પરંતુ પ્રકૃતિમાં પણ હાસ્યનો સૂર ઉઠ્યો છે અને અરવલ્લીના પર્વતો લીલાછમ થઈ ગયા છે.

આ વરસાદ ફક્ત અંબાજી પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ દાંતા તાલુકાના કેટલાક ગામોમાં પણ તેની અસર જોવા મળી હતી. આ વરસાદ આ વિસ્તારના ખેડૂતો માટે વરદાન સાબિત થયો છે. પાક બચાવવા માટે વરસાદની ખૂબ જ જરૂર હતી અને આ વરસાદથી ખેડૂતોની આશાઓ ફરી જાગી છે. આ વરસાદ તેમના ઉભા પાકને નવું જીવન આપશે. આનાથી સારા પાકની શક્યતા વધી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત