Dwarka News : દ્વારકામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું ઈ-સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ થઈ ગયું હતું. પોર્ટલ બંધ હોવાના કારણે હજારો ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા. જેમાં તેમણે ખરીફ 2025- 26 માટે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અળદ માટે રજિસ્ટ્રેશન કરવાનું હતું.
રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઇ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા પણ ઇ-સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ ન હતું. ખેડૂતોએ સરકાર પહેલા પોર્ટલ ચેક કરે પછી જાહેરાત કરવી જોઈએ, એમ કહ્યું હતું. નવાઈની વાત એ છે કે જુલાઈ મહિનામાં અરજી કરવાની હતી તે માટે પણ હજુ પોર્ટલ ખુલ્યું જ નથી.
14 થી 28 જુલાઇ 2025 વચ્ચે જે અરજી કરવાની હતી તેનું પોર્ટલ પણ આજની તારીખમાં ખુલ્યું નથી. ઓક્ટોબર 2024 કમોસમી રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની હતી પણ પોર્ટલ ખુલતું જ નથી. ઇ-સમૃદ્ધ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની અરજી કરી શકાઇ ન હતી. ખેડૂતોએ “ડીઝીટલ ઇન્ડિયા” નું ડીંડક સરકારે બંધ કરી દેવું જોઈએ,એમ કહ્યું હતું.
તેમણે ડીઝીટલ ઇન્ડિયા નામના ડબલ એન્જીન સંપૂર્ણપણે ખોટવાઈ ગયા હોવાનું કહ્યું હતું. જો સરકારનું ડીઝીટલ ડીંડવાણું ચાલે તેમ ન હોય તો તેનું વિસર્જન કરી દેવું જોઈએ,એમ પણ તેમણે કહ્યું હતું. દોઢ બે મહિના સુધી જો પોર્ટલ ખુલ્લે જ નહીં તો તેવા પોર્ટલનું વિસર્જન કરી દેવું જોઈએ, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો:દ્વારકા બાલાપર ગામમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું, ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર….
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી
આ પણ વાંચો:દ્વારકાના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા
