Dwarka Demolition : ગુજરાત હાઇકોર્ટે બેટ દ્વારકા મેગા ડિમોલિશન માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી કરતા વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે.વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેટ દ્વારકા ડિમોલિશન મામલે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ 3 અરજીઓ પણ અદાલતે ફગાવી છે. કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી છે. આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર માટે બંધારણોને (મસ્જિદ, મદરેસા, દરગાહ) ધરાશાયી કરવા માટેનો રસ્તો સાફ થયો છે. આ કોર્ટના નિર્ણયથી દબાણો દૂર કરવા રસ્તો સાફ થયો છે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં અગાઉ અમુક તત્વો દ્વારા અનઅધિકૃત રીતે સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાના દબાણને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશથી કોઈ પણ વાંધા વચકા સિવાય થયેલા દબાણો દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો: દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, ‘મુસ્લિમો અને તેમના પૂજા સ્થાનો…’
આ પણ વાંચો: દ્વારકામાં મેગા ડિમોલિશન, તમામ વાહનો પર મૂકાયો પ્રતિબંધ
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન : ફરીથી દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
