Dwarka News : બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ સામે આજે ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું. દ્વારકા દબાણ દૂર ના કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ આજે નામદાર હાઈકોર્ટ દ્વારા આ તમામ અરજીઓ ફગાવામાં આવી હતી. તેથી દબાણ દૂર કરવાનો રસ્તો સાફ થયો હતો. આથી આજે દ્વારકામાં વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પીટીશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી પીટીશનને પણ ફગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી
આ પણ વાંચો: દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, ‘મુસ્લિમો અને તેમના પૂજા સ્થાનો…’
આ પણ વાંચો: દ્વારકાના સાત ટાપુઓ પર 500થી વધુ દબાણો દૂરઃ ઓપરેશન ડિમોલિશન ખતમ
