Bharuch News/ અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 21 ફૂટે પહોચી, ઉપરવાસમાં પાણી આવક વધતા નર્મદા નદીમાં છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે 4.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. આ સાથે જ દર સેકન્ડે અંદાજે 75.78

Top Stories Gujarat Others Breaking News

Bharuch News:ભરૂચ (Bharuch) શહેર અને આસપાસના વિસ્તારોમાં નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નજીક આવેલો  ગોલ્ડન બ્રિજ હાલમાં 21 ફૂટની સ્તર નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાં પાણીની આવક વધી જતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ પણ વધી ગયું છે.

ભરૂચમાં અંકલેશ્વર નજીક નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ પાસે પાણીનું સ્તર 21 ફૂટ સુધી પહોંચી ગયું છે, જે ચેતવણી સ્તર (22 ફૂટ) ની નજીક છે. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, સરદાર સરોવર ડેમમાંથી 23 દરવાજા દ્વારા 4.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે 75.78 કરોડ લિટર પાણી નીચે તરફ વહી રહ્યું છે. પરિણામે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પૂરનું જોખમ વધ્યું છે, જેના કારણે વહીવટીતંત્રે ચેતવણી જારી કરી છે.

ખાસ કરીને, અંકલેશ્વરના 14 ગામો, જેમાં સરફૌદ્દીન, ખાલપિયા અને બોરભાઠા જેવા ગામોનો સમાવેશ થાય છે, મામલતદારો અને ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળોએ જવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને નદી કિનારાની નજીક ન જવા સૂચના આપી છે. પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને, સિસ્ટમ સંપૂર્ણપણે સજ્જ છે અને સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા તાત્કાલિક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાયો

બપોરે 12 કલાકથી 23 દરવાજા 2.20 મીટર ખોલી 3,60,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,05,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

નર્મદા ડેમમાંથી 4.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે 4.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. આ સાથે જ દર સેકન્ડે અંદાજે 75.78 કરોડ લિટર પાણી ડાઉન સ્ટ્રીમ તરફ વહેતી સ્થિતિમાં છે. આ પાણીના વધેલા પ્રવાહને કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

NDRF ટીમોની મુલાકાત

અંકલેશ્વરમાં પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા 14 ગામોમાં એનડીઆરએફ (NDRF)ની ટીમોએ મુલાકાત લીધી હતી. મામલતદાર સહિતના અધિકારીઓએ સરફુદ્દીન, ખાલપિયા અને બોરભાઠા ગામોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તંત્રે સ્પષ્ટ કરી દીધું છે કે જો પૂર જેવા સંજોગો ઊભા થાય તો લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરે.

[fvplayer id=”75″]

સરદાર સરોવર ડેમની માપણી

આજે સવારે 9.35 વાગે સરદાર સરોવર ડેમના જળસ્તરની માપણી કરવામાં આવી છે.

મહત્તમ જળસ્તર: 138.68 મીટર

હાલનું સ્તર: 135.94 મીટર

કુલ પાણી સંગ્રહ: 8602.40 MCM (90.93% ક્ષમતા)

ડેમમાં પાણીની આવક 4,99,918 ક્યુસેક મપાઈ અને નદીમાં પાણીની જાવક 4,46,592 ક્યુસેક છે. સિંચાઈ માટે કેનાલોમાં 24,007 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા છે.

આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ

ઉપરવાસમાંથી વધતા પાણીના પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરના ગામડાઓમાં લોકો ચિંતામાં મુકાયા છે. તંત્રે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને જો પરિસ્થિતિ વધુ ખરાબ બને તો વહેલી તકે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપી છે.

તંત્રની સાવચેતી અને અપીલ

સ્થાનિક વહીવટી તંત્રે નદીકાંઠાના તમામ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી છે. ગામોમાં મોનીટરીંગ ટીમો મોકલવામાં આવી છે. સાથે જ લોકોને ઘરમાં રહેવા, નદીકાંઠે ન જવા તથા શાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

નર્મદા ડેમ અને સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વધતી રહેતી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલની પરિસ્થિતિને જોતા આગામી કલાકો અત્યંત નિર્ણાયક રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ, નર્મદામાં રાતે પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે

આ પણ વાંચો:ક્રેડાઈના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા

આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં