સુરત શહેરના ઉમરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર ઝારખંડના 25 વર્ષના યુવક સામે ઉમરા પોલીસ સ્ટેશનમા બળાત્કારનો ગુનો નોંધાયો છે.
મૂળ ઝારખંડના ગીરીડીહ જિલ્લાના સેવાટાણા ગામનો વતની ગુડ્ડુ જીતલાલ ઠાકોર (ઉવ.25) અગાઉ ઉમરા વિસ્તારમાં રહેતો હતો. ત્યારે તેણે આ વિસ્તારમાં રહેતી 17 વર્ષની શ્રમજીવી સગીરાને પ્રેમમાં ફસાવી હતી. સગીરાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યા લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી સગીરાને 3 માસનો ગર્ભ હતો. થોડા દિવસ પહેલા કિશોરીને પેટમાં દુખાવો થતાં માતા તેને હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. માતાએ પૂછતા સગીરાએ ગુડ્ડુ અવારનવાર બળાત્કાર ગુજારતો હોવાનું જણાવતાં આખરે માતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: અંકલેશ્વર-સુરતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ, મુસાફરોને ભારે મુશ્કેલીનો સર્જાઇ
