Gandhinagar News/ રાજ્ય સરકારનું નવું ક્લિનિકલ રિસર્ચ બિલ ઉદ્યોગને નવા યુગમાં મૂકશે…

રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય સાત માસ એટલે કે તા. 30-04-2026 સુધી વધારવામાં આવશે…

Gujarat Gandhinagar

Gandhinagar News: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025” રજુ કર્યુ હતું.

હાલ આ વિધેયક પર ચર્ચા ચાલી રહી છે.

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025 હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય સાત માસ એટલે કે તા. 30-04-2026 સુધી વધારવામાં આવશે

અગાઉ તા.12-09-2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.

અત્યાર સુધીમાં રાજ્ય (State)ને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે ૩૬ હજાર થી વધુ અરજીઓ મળી છે.

રજીસ્ટ્રેશન (Registration) વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 25 હજારથી રુ. 5લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહમાં સર્વાનુમતે પસાર

આ પણ વાંચો:ગુજરાત માહિતી આયોગ દ્વારાઅન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં સ્પષ્ટતા અને ચેતવણી