Ahmedabad News:અમદાવાદનાં ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર આંબલી ગામ પાસે એક ગંભીર અકસ્માત થયો છે. કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બે બાઇક સવારોના ઘટનાસ્થળે જ મોત થયા છે.અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રસ્તા પર પલટી ગઈ. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આ અકસ્માતે એક્સપ્રેસ હાઇવે પર તાજેતરના અકસ્માતોની શ્રેણીમાં વધુ એક નામ ઉમેર્યું છે.
આ પણ વાંચો:ધોલેરા અને ધંધુકાના પોલીસ અધિકારીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
આ પણ વાંચો:અમદાવાદ-ધોલેરા હાઇવે પર વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે મયુર ગોહિલની કરાઇ ધરપકડ!
આ પણ વાંચો:ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ટક્કર થતા મહિલા સહિત 4નાં મોત
