ખંભાળિયા પોલીસે બાતમીના આધારે દારૂની ભરેલી ટ્રક ભાણવડ રોડ પરથી પકડી પાડી હતી. આ ટ્રકની તપાસ કરતા,૨૦ ૧૨૪ દારૂની પેટી મળી આવી હતી.


આવતા મહિને યોજાયેલ ચુંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે જેમાં ખંભાળિયા પોલીસને સફળતા મળી હતી. ગુરુવારે સવારે ખંભાળિયા ભાણવડ રોડ પરથી HR-૬૧-૪૬૭૯ ટ્રક પસાર થઈ રહ્યો હતો.

પોલીસે ટ્રકને રોકીને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો મળી હતી, ૨૦,૧૨૪ નંગ દારૂનો મુદ્દામાલ ઝડપાયો હતો. કુલ એક કરોડ બે લાખ સતાનું હજાર બસોનો મુદ્દામાલ ઝડપાયો હતો.

ખંભાળિયા પોલીસે ૩લોકોને પકડી લીધા હતા જેમાંથી એક વ્યક્તિ દ્વારકા જિલ્લના ભાણવડ તાલુકાનો રેહવાસી છે અને બે લોકો પરપ્રાંતીય છે.
