Ahmedabad News : અમદાવાદ નજીકના બાવળામાં લિવઈનમાં રહેતી મહિલાની તેના પ્રેમીએ ચાકૂના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી છે. બાવળામાં આવેલ રામનગરમાં લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરની છરી અને લોખંડના સળિયાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ બાવળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યા કરનાર આરોપી પ્રેમી મનસુખ રાવળની ધરપકડ કરાઈ છે.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હતા . તેનો ગુસ્સો રાખીને આરોપી પ્રેમી મનસુખ રાવળે મહિલા પ્રેમિકા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરની ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી. લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરનાં 13 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. જે બાદ મનસુખ રાવળ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયો, હત્યાના 7 દિવસ અગાઉ મૃતક મહિલા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોર અમદાવાદના નિકોલ ખાતે તેની બહેનને ત્યાં ગયા જ્યાં તેમને રઘુવીર સિંહ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો.
હત્યાની આગલી રાત્રે રઘુવીર સિંહ મૃતક મહિલાના ઘરે રાત રોકવા માટે આવ્યો અને બીજા દિવસે સવારે આરોપી મનસુખ રાવલે ઘરે આવીને જોયું તો બને એક જ પથારીમાં સાથે સુતા હતા. આ દ્રશ્ય જોઈને મનસુખ રાવલ નીકળી ગયો. રઘુવીર નીકળી ગયા બાદ સવારે મનસુખ રાવળ પ્રેમિકા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરનાં ઘરે આવીને રઘુવીર બાબતે ઝઘડો કર્યો અને ત્યાર બાદ સળિયા અને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
આરોપી અને મહિલા બંને આશરે 13 વર્ષથી પ્રેમસંબંધમાં હતા. આરોપી મહિલા અને તેના બાળકોનું ભરણપોષણ પણ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાના ઘરની નજીકમાં જ રહે છે. અને આઇસર ચલાવીને તેનું ગુજરાન ચલાવે છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો
આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો
