Ahmedabad News/ શેરી સર્કલ ગરબામાં મનડા લેતા પહેલા ગાડી ગાયબ…. કોઈ કહેજો પોલીસને જઈ

એક મહિલાનું પર્સ અને એક મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. આ ઘટના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ વિસ્તારમાં શેરી સર્કલ પાર્ટી પ્લોટમાં બની હતી અને ફરિયાદીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Top Stories Gujarat

Ahmedabad News: અત્યારે નવરાત્રીના (Navratri) કારણે મોટા ભાગના લોકો પોતાની સુવિધા માટે પોતાનું વ્હીકલ લઈને જતાં હોય છે. એવું વિચારીને કે તેમાં તેમનો સમાન સેફ રહેશે. પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં શેરી સર્કલ ગરબાના પાર્કિંગમાંથી એક કાર ચોરાઈ ગઈ હતી. જે ​​દંપતીની કાર લૂંટાઈ હતી તે ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને કારમાંથી મોબાઈલ ફોન, પર્સ, ઘડિયાળ અને અન્ય વસ્તુઓની ચોરીની તપાસ શરૂ કરી છે.

હવે જો ગરબાના પાર્ટી પ્લોટમાંથીજ કાર ચોરાઇ જાય તો શેરી સર્કલ ગરબા પાર્કિંગમાં પાર્ક કરેલી એક કાર ચોરાઈ ગઈ હતી. કારનો કાચ તોડીને એક મોંઘી ઘડિયાળ, એક મહિલાનું પર્સ અને એક મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. આ ઘટના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ વિસ્તારમાં શેરી સર્કલ પાર્ટી પ્લોટમાં બની હતી અને ફરિયાદીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગરબા રમવા જતી વખતે, ધ્યાન રાખો કે તમારો મહત્વપૂર્ણ સામાન કારમાં ન રાખો, કારણ કે તે પણ ચોરાઈ શકે છે.

જોકે આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ પોલીસે પાર્કિંગમાં CCTV કેમેરા લગાવેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. આ ચોરી એક કારમાંથી થઈ છે, પરંતુ જો બીજી કારમાંથી પણ ચોરી થાય છે, તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પાર્કિંગ વિસ્તારોમાં પણ સતર્ક રહેવું જોઈએ, અને આયોજનકારોએ તપાસ કરવી જોઈએ કે પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા છે કે નહીં. ખાસ કરીને તહેવારો દરમિયાન, જ્યારે લોકો બહાર ફરતા હોય છે, ત્યારે તસ્કરો ચોરી કરવા માટે બંધ ઘરોનો લાભ લે છે. તેથી સાવધાન રહો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રી દરમિયાન વાળ કપાવા જોઇએ કે નહી અથવા લસણ અને ડુંગળી ખાવી જોઇએ કે નહી? જાણો

આ પણ વાંચો:રાજકોટમાં નવરાત્રી વિવાદ, વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ

આ પણ વાંચો:અમદાવાદમાં નવરાત્રી 2025 માટે નવા નિયમો, ગરબા કાર્યક્રમો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું