Gandhinagar News: ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે પણ નિશ્ચિત ફરી શકે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા 634 રેપ કેસ તેનો પુરાવો છે. તેમા પણ 18થી 30 વર્ષની મહિલાઓ સૌથી વધુ પ્રમાણમાં બળાત્કારનો શિકાર બની છે.

મિત્ર, પાડોશી અને સહકર્મચારીઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. કુટુંબના સભ્ય દ્વારા પણ બળાત્કારના કેસો દાખલ છે. કુટુંબના સભ્ય દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યા હોવાના કેસો દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં દર મહિને દુષ્કર્મના 50 કેસ નોંધાયા છે.

ફક્ત આટલું જ નહીં મહિલાઓની હત્યા અને એસિડ હુમલાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. મહિલાઓનું અપહરણ અને મારઝૂડના કેસોમાં પણ વધારો થયો છે. બળાત્કારના કેસોમાં 234થી વધુ મહિલાઓ પર એકથી વધુ વખત બળાત્કાર થયો છે.

રાજ્યમાં 18થી 30 વર્ષની મહિલા સૌથી વધુ પ્રમાણમાં બળાત્કારનો ભોગ બની છે. તેનો પુરાવો એ છે કે આ કેટેગરીની મહિલાઓ પર બળાત્કારના સૌથી વધુ 434 કેસ નોંધાયા છે. તેના પછીની કેટેગરીમાં 30થી 45 વર્ષની મહિલાઓ પર બળાત્કારના કેસ બીજા ક્રમે આવે છે. આ કેટેગરીમાં મહિલાઓ પર બળાત્કારના 188 કેસ નોંધાયા છે.
રેપિસ્ટો 60થી વધુ વર્ષની મહિલાઓને પણ છોડતા નથી. આવા ત્રણ કેસ સામે આવતા રીતસર ચકચાર મચી ગઈ છે. 38 કેસોમાં તો કુટુંબના સભ્યો કે સગાસંબંધી જ બળાત્કારના મુખ્ય આરોપી હોવાનું જણાઈ આવ્યું છે. જ્યારે 357 કેસમાં તો મિત્ર અને પાર્ટનર બળાત્કારના મુખ્ય આરોપી નીકળ્યા છે. જ્યારે 235 કેસોમાં પાડોશી અને સહકર્મચારી બળાત્કારના મુખ્ય આરોપી નીકળ્યા છે. ચાર કેસમાં અજાણી વ્યક્તિ રેપ કેસમાં મુખ્ય આરોપી નીકળી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના રાજ્યમાં ક્રાઇમ અંગેના અહેવાલના પગલે ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: Surat News/સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: Mehsana news/મહેસાણામાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 8 વર્ષ સુધી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
