Accident/ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીને જ નડ્યો અકસ્માત

શાહપુર બાજુ જવાના માર્ગ પર પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત પછી આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ 108 ને કોલ કરીને બોલાવવામાં આવી હતી.

Ahmedabad Gujarat
  • અમદાવાદ રિવરફ્રન્ટ પર સર્જાયો અકસ્માત
  • રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પલટી ગઈ 
  • અકસ્માતમાં એક પોલીસકર્મી થયા ઇજાગ્રસ્ત
  • રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનની ગાડી પલટી
  • ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલ ખસેડાયા

રાજ્યમાંથી સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જેને કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે. જેને કારણે સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. આવામાં વધુ અકસ્માતની ઘટના સમાઈ આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો.

શાહપુર બાજુ જવાના માર્ગ પર પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત પછી આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ 108 ને કોલ કરીને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સે ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ કર્મીની સારવાર શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટના ઈસ્ટ પોલીસ સ્ટેશનની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં ઈન્ચાર્જ પોલીસ કર્મી ઈશ્વરસિંહ સવાર હતા. જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આજુબાજુના લોકોએ પોલીસકર્મીને ગાડીમાંથી બહાર કાઢીને 108ને બોલાવવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…