Gandhidham News: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માત જાણે હવે વણઅટક્યો અને વણથંભ્યો સિલસિલો બની ગયો છે. પહેલાં ભાગ્યે જ સાંભળવા મળતા ઔદ્યોગિક અકસ્માતના સમાચાર હવે આંતરે દિવસે સાંભળવા મળે છે. આ પ્રકારના ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક ઉમેરો થયો છે. કચ્છમાં સર્જાયેલા ઔદ્યોગિક અકસ્માતમાં બે કામદારોના મોત થયા છે.
કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ કંપનીમાં શનિવારના રોજ થયેલી બોઇલર બ્લાસ્ટની ઘટનાથી સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. આખા વિસ્તારમાં આના કારણે સનસનાટી મચી ગયો છે. આ અંગે મળતી માહિતી મુજબ કંપનીમાં વેલ્ડિંગ કામગીરી દરમિયાન અચાનક બોઇલર ફાટી જતાં આ દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં પ્રણવ અને ચંદન નામના બે કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. મૃતકના કુટુંબીજનો અને સહકર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ તરફ કંપનીમાં સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન ન કરવાના કારણે આ દુર્ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. બીજી બાજુએ આ દુર્ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા સચોટ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
