Mehsana News:મહેસાણાના (Mehsana) વિસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.છ પુરુષોએ 14 વર્ષની બાળકીનું વારાફરતી અપહરણ કરીને બળાત્કાર (Rape) કર્યો છે.આ ઘટનાથી વિસ્તારમાં આઘાત અને રોષ ફેલાયો છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જેમાં સગીરાનું ત્રણ વખત અપહરણ કરવામાં આવ્યું હતું અને વારાફરતી બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને ધમકી આપીને અને બળજબરીથી ચૂપ કરાવીને આ ગુનો કર્યો હતો. આરોપીઓની ઓળખ પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક પુરુષ તરીકે થઈ છે.
ફરિયાદ મુજબ, પ્રકાશ મોદીએ સગીરાને બે દિવસ સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી અને તેના પર બળાત્કાર કર્યો. એવું બહાર આવ્યું છે કે અન્ય આરોપીઓએ પણ વારાફરતી સગીરાનું અપહરણ અને બળાત્કાર કર્યો હતો. આ ઘટના ત્રણ દિવસ સુધી ચાલી હતી, જે દરમિયાન સગીરાએ ભયાનક માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો હતો. આ ગંભીર ગુના અંગે વિસનગર શહેર પોલીસે ફરિયાદ નોંધી છે.
આ સંદર્ભે, નેતા પી.એસ. પટેલે જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. આ ઘૃણાસ્પદ કૃત્ય માટે કોઈને પણ માફ કરી શકાય નહીં. આ વ્યક્તિઓનું રીકન્સ્ટ્રક્શન કરવું જોઈએ, તેમની નગ્નતા જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ અને વરઘોડો કાઢવામાં આવે. વિસનગરમાં લાંબા સમયથી ચાલતા વન-વ્હીલર શાસનને કારણે, આ શહેરમાં દારૂબંધી, જાહેરમાં દારૂ પીવો, જુગાર, મટકા, શેર સટ્ટો વગેરે જેવી અન્ય ઘટનાઓ બની રહી છે, જે રાષ્ટ્ર માટે હાનિકારક છે. શક્ય છે કે જો આવા સંસ્કારી, શિક્ષિત અને વિકસિત શહેરમાં સામાન્ય લોકો આવું કરે તો વ્યવસાયો બરબાદ થઈ જાય. આવા વ્યક્તિઓના પ્રોત્સાહનને કારણે, સામાન્ય લોકો, ગરીબ અને શિક્ષિત લોકો પણ સુન્ન થઈ ગયા છે અને આ બાબતને પ્રકાશમાં લાવવામાં અસમર્થ છે.”
સામાજિક અગ્રણી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ ઘટના માટે ઘણા લોકો જવાબદાર હોઈ શકે છે, અને મારું માનવું છે કે જ્યારે રાજકીય આશ્રય હોય ત્યારે જ આવા ગુનાનો સૌથી મોટો ગુનેગાર દીકરીને રાખે, ફેરવે અને બળાત્કાર કરે છે. આ કેસમાં આરોપીઓમાં એક પિતા અને દાદા છે જેમની સામે અનેક ફરિયાદો છે, જેમને દારૂના દુરૂપયોગ માટે હાંકી કાઢવામાં આવ્યા છે અને અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવા વ્યક્તિઓ રાજકીય રીતે લોકોને એકત્ર કરે છે, સામાજિક દબાણ બનાવે છે, મોટી ભીડ બનાવે છે, દબાણ કરે છે અને પછી તેમાંથી છટકી જાય છે. તેઓ વિવિધ જાતિઓને ઉશ્કેરે છે અને જાહેરમાં ધમકી આપે છે. તેમની મિલકત સંપૂર્ણપણે જપ્ત કરીને આ દીકરીને આપી દેવી જોઈએ.
આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…
આ પણ વાંચો:મહેસાણાના વડુ ગામે સગીરાએ એસિડ પી કરી આત્મહત્યા, ગામમાં શોક છવાયો
આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા
