Nadiad News/ ગુજરાતમાં પક્ષપલટાથી રાજકીય તુંતું-મેંમેં:કોંગ્રેસ-‘એટ્રોસિટીની ધમકીઓ આપી કાર્યકરો તોડ્યા’

માત્ર જિલ્લા સ્તરે જ નહીંઆ પક્ષપલટાની ઘટનાને લઈને પ્રદેશ કક્ષાએ પણ તેની ચર્ચા જોવા મળી છે

Gujarat

Nadiad News : ગુજરાતમાં પક્ષપલટાથી રાજકીય તુંતું-મેંમેં જોવા મળી રહી છે. તાજેતરમાં જ નડિયાદ શહેર કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કરતાં જિલ્લા કોંગ્રેસમાં આક્રોશ ફેલાયો છે. માત્ર જિલ્લા સ્તરે જ નહીંઆ પક્ષપલટાની ઘટનાને લઈને પ્રદેશ કક્ષાએ પણ તેની ચર્ચા જોવા મળી છે.

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજુ રબારીને ભાજપે બળજબરીથી પક્ષ પલટો કરાવ્યો છે. રાણાએ આરોપ મૂક્યો કે, એટ્રોસિટીની ફરિયાદ કરવાનો ભય દેખાડીને રાજુ રબારીને ફરિયાદ પર સહી કરવાથી રોકવામાં આવ્યા હતા.કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, રાજુ રબારીને માર મારનારા અને તેમને ભાજપમાં જોડનારા લોકો એક જ હતા.

આ સમગ્ર ઘટનાને રાજકારણના ભાગરૂપે ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, કોંગ્રેસના કોઈપણ કાર્યકર્તા પર જો હવે હુમલો કે જોર-જુલમ થશે, તો તેનો જવાબ તેવી જ રાજકારણની ભાષામાં આપવામાં આવશે.ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપે બળજબરીથી રાજુ રબારીને પક્ષ પલટો કરાવ્યો છે.

નડિયાદમાં સ્થાનિક મુદ્દાઓને લઈને કાર્યકરો કમિશનરની ઓફિસમાં ગયા હતા. ત્યારે અધિકારીઓને રજૂઆત કરતી વખતે ભાજપના મળતીયાઓએ સરકારી કચેરીમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેના ફોટો વીડિયો પણ છે. તેમ છતાં જેના પર હુમલો થયો તેઓની ફરિયાદ પોલીસ લેતી નથી. ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જે ભાજપના મળતીયાઓ છે તેઓ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસ અને પ્રશાસનનો ઉપયોગ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.તેમણે સ્પષ્ટતા કરી કે, કોઈ પણ વ્યક્તિ સામેથી કહે કે મારે જોડાવું છે તો એક પણ પક્ષ ના પાડે નહી, સૌ આવકાર કરે જ. અમે પૂછવા નથી ગયા કે તમે આવો. બે દિવસથી પ્રદેશમાં મિટિંગ હતી તેમ છતાં એ લોકોએ કીધું કે અમે બીજા દિવસે જોડાઈશુ. એ લોકો સામેથી આવ્યા છે.

વધુમાં કહ્યું કે, એમના પરિવારના લોકો એમને સાચવી નથી શકતા તો અમે શું કરીએ.આ જ બાબતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ કોંગ્રેસના નેતાઓને જવાબ આપતા જણાવ્યું હતું કે, કુટુંબના વડાની કુટુંબને સાચવવાની જવાબદારી છે, એમાં અમે શું કરીએ.રાજુ રબારીના પક્ષપલટાની ઘટનાથી ખેડા જિલ્લાનું રાજકારણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે, જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામ-સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ…વિશાળ યુવાશક્તિ આપણી સૌથી મોટી મૂડી: મુખ્યમંત્રી

આ પણ વાંચો:વિકાસ સપ્તાહ અંતર્ગત, 10 ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિક દિવસ’: ગુજરાત ‘મેઇક ઇન ઇન્ડિયા’ માં અગ્રેસર…

આ પણ વાંચો:નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…