Diwali special/ દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા

વધારાની બસ સેવાથી રાજ્યના અંદાજે પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલના પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે.

Trending Gujarat

Diwali Special:દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં કરી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ  એટલે કે એસ.ટી. નિગમ તરફથી વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરત શહેરમાંથી હજારો રત્નકલાકારો અને શ્રમજીવીઓ પોતાના વતનમાં જઈ શકે તે માટે એસ.ટી.એ વધારાની બસોની વ્યવસ્થા કરી છે.

સુરત (Surat) શહેરમાંથી જ માત્ર 1600 જેટલી એક્સ્ટ્રા એસ.ટી. બસો દોડાવવાની તૈયારી કરવામાં આવી છે. દિવાળીના (Diwali) તહેવાર દરમ્યાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મુસાફરોના વધતા ટ્રાફિકને પહોંચી વળવા માટે કુલ 2600 જેટલી વધારાની ટ્રિપો સંચાલિત કરવામાં આવશે.

આ વધારાની બસ સેવાથી રાજ્યના અંદાજે પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલના પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર જવા ઇચ્છુક મુસાફરોને સુરતના રામચોક અને મોટા વરાછા સ્ટેન્ડ પરથી બસની સુવિધા મળશે, જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા ઇચ્છુક મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી બસ મળશે.

તે જ રીતે દાહોદ અને પંચમહાલના મુસાફરો માટે સુરત સેન્ટ્રલ સામેના શહેરી બસ સ્ટેશન તથા રામનગર રાંદેર રોડ પરથી બસ મળશે.

આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિતના વિભાગોમાંથી પણ કુલ ૧૦૦૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી મુસાફરોને કોઇ મુશ્કેલી ન પડે.દિવાળીના તહેવાર દરમિયાન એસ.ટી. નિગમનું આ આયોજન નાગરિકોને પોતાના વતનમાં સુખદ રીતે તહેવાર ઉજવવા માટે મોટી રાહતરૂપ બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર