Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણમાં જૂની કેબિનેટમાં સ્થાન ન ધરાવતા કૌશિક વેકરિયાને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી. આમ કૌશિક વેકરિયાને પક્ષ માટે કરેલી કામગીરી ફળી છે.
અમરેલીના વર્તમાન ધારાસભ્ય કૌશિક વેકરીયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. જે અગાઉ દેવરાજીયા ગામના સરપંચ હતા. ત્યારબાદ માર્કેટીંગ યાર્ડ ડિરેકટર, તાલુકા ભાજપ સંગઠનમાં હોદેદાર, જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે હોદેદાર અને છેલ્લે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ કામગીરી કર્યા બાદ હાઇકમાન્ડ પ્રભાવિત થતા 2022માં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે જંગી લીડથી વિજય થયો હતો.
કોંગ્રેસને કારમી હાર આપતાં કોશિક વેકરીયાને વિધાનસભામાં નાયબ દંડકની જવાદારી પણ સોંપવામાં આવી હતી. જે બાદ સિનિયર નેતાઓમાં ખેંચતાણ થતાં 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઇ હતી. જે બાદ લેટર કાંડથી લઇને તમામ વિવાદમાં કૌશિક વેકરિયાનું નામ આવવા છતાં તેમણે લોકપ્રિયતા જાળવી રાખી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.આમ લેઉઆ પાટીદારોના અસંતોષને ખાળવા તેમની નિમણૂક મહત્વની મનાય છે.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
