Jammu Kashmir News : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે (NC) ત્રણ બેઠકો અને ભાજપે એક બેઠક જીત્યા બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આજે (25 ઓક્ટોબર) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે અમારી પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને સીટોની વહેંચણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અમારી પાર્ટીએ નકારી કાઢ્યો હતો.’,એમ તેમણે કહ્યું હતું.
શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ‘ભાજપ ઈચ્છતી હતી કે અમારી પાર્ટી સીટની વહેંચણીના બદલામાં ચૂંટણી ન લડે. તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે, ચૂંટણીમાં ન લડો, અમને સીટો આપી દો અને એક સીટ લઈ લો. પરંતુ અમે ના પાડી દીધી. અમે મેદાનમાં ઉતર્યા અને ચૂંટણી લડી.’
તેમની પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા બદલ અબ્દુલ્લાએ અપક્ષ ધારાસભ્યો, કોંગ્રેસ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) નો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, ‘મહેબૂબા મુફ્તીની પાર્ટી, કોંગ્રેસ અને લંગેટ તથા શોપિયાંના અપક્ષ ધારાસભ્યો અમારા પડખે ઊભા રહ્યા, જેના કારણે જ અમે ત્રણ સીટો જીતી શક્યા છીએ.’અબ્દુલ્લાએ ખાતરી આપી કે અમારી પાર્ટીના નવા ચૂંટાયેલા ત્રણેય રાજ્યસભા સભ્યો ઉપલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે અને પાર્ટી કેન્દ્રશાસિત પ્રદેશના લોકોના હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આરોપો તો હંમેશા લાગતા જ રહે છે.
આ પણ વાંચો: Bihar News/સમસ્તીપુરમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીનો આરજેડી પર એક નવી રીતે પ્રહાર
આ પણ વાંચો: uttarpradesh news/યુપીમાં મદરેસાએ વિદ્યાર્થીની પાસેથી વર્જિનિટી સર્ટિફિકેટ માંગ્યું: કહ્યું કે તે તેના પિતા સાથે એકલી હતી, મેડિકલ કરાવો
આ પણ વાંચો: New Delhi News/OLA-UBER જેવી પહેલી સરકારી કેબ, ભારત ટેક્સી લોન્ચ:દરેક રાઇડની 100% કમાણી ડ્રાઇવરોને મળશે
