Not Set/ જાણીલો આવી છે આર્ટીકલ – 370ની આજ દિવસ સુધીની ત્વારીખ !!!

5 ઓગસ્ટ ભારતીય રાજકીય ઇતિહારમાં અમર દિવસ બન્યો 5 ઓગસ્ટ ભારતીય રાજકીય ઇતિહારમાં અમર દિવસ તરીકે પોતાનું સ્થાન પ્રપ્ત કરી ચૂક્યો છે. દેશમાં આજે દિવાળી મનાવવામા આવી રહી છે. અને દેશમાં આજે દિવાળી જેવો માહોલ છે. ચારે તરફ ફટાકડા ફૂટી રહયા છે. મીઠાઇ વહેચાઇ રહી છે. કારણ કે દેશની આઝાદી બાદ અસ્તીત્વમાં આવેલી કલમ 370 […]

Top Stories India

5 ઓગસ્ટ ભારતીય રાજકીય ઇતિહારમાં અમર દિવસ બન્યો

5 ઓગસ્ટ ભારતીય રાજકીય ઇતિહારમાં અમર દિવસ તરીકે પોતાનું સ્થાન પ્રપ્ત કરી ચૂક્યો છે. દેશમાં આજે દિવાળી મનાવવામા આવી રહી છે. અને દેશમાં આજે દિવાળી જેવો માહોલ છે. ચારે તરફ ફટાકડા ફૂટી રહયા છે. મીઠાઇ વહેચાઇ રહી છે. કારણ કે દેશની આઝાદી બાદ અસ્તીત્વમાં આવેલી કલમ 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લેવાઇ છે. આ એક ઐતહાસિક નિર્ણય હોવા સાથે સાહસિક નિર્ણય પણ છે. જેને ચારે તરફથી આવકાર મળી રહયો છે. ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાં થી કલમ 370 હટાવી એક ઈતિહાસ રચ્ચો છે.

ભારતને ગૃહપ્રધાન તરીકે બીજા “લોહપુરુષ” જોવા મળ્યા 

અમિત શાહ ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળતાંની સાથે જ તેમણે જમ્મુ -કાશ્મીર મુદ્દે ઈતિહાસમાં કરાયેલી ભુલનો અંત લાવી દીધો છે. અમિત શાહ જ હતા જેમણે ચૂંટણી પ્રચારમાં કાશ્મીરમાંથી 35-એ અને ધારા – 370 હટાવવાની છડે ચોક જાહેરાત કરી હતી. કેન્દ્રમાં સરદાર વલ્લભભાઇ પટેલ પછી અમિત શાહ રૂપે બીજા “લોહપુરુષ” જેવા ગૃહપ્રધાન મળ્યા છે. સરદાર પટેલે દેશી – રજવાડા એક કરી અખંડ ભારત રચ્યું. અમિત શાહ સાથે જમ્મુ – કાશ્મીરનો કલમ 370ને હટાવી સમગ્ર ભારતને એક જ સંવિધાનમાં ભેળવી દીધુ છે.

 

જાણીલો આવો છે કલમ 370નો પૂર્ણ ઈતિહાસ……………

જાણો કોણે અને કેમ ઘડી કલમ 370

કલમ 370ના ઈતિહાસ વિશે વાત કરવામા આવે તો કલમ 370 શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુની સંતલસથી ઘડાઈ હતી. નહેરુએ સરદાર પટેલને કાશ્મીર મામલે પહેલેથી દૂર જ રાખ્યા હતા. નહેરુએ જોકે, કહ્યું હતું કે કલમ 370 કામચલાઉ જોગવાઈ છે, પરંતુ દલિતોને અનામતની જેમ કલમ 370ની કામચલાઉ જોગવાઈ પણ કાયમી બની ગઈ. કાશ્મીરના શાસક રહી ચૂકેલા ડૉક્ટર શેખ અબ્દુલ્લાહ આર્ટિકલ 370ની બાબત જ્યારે ભારતીય બંધારણનાં નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પાસે પહોચ્યાં, તો તેમણે તેની મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી. તેમણે કહ્યું હતું કે આ નિયમ ભારતની સ્થિરતા માટે ખતરનાક હશે. એટલા માટે ક્યારેય પણ તેની મંજૂરી આપીશ નહી.

આ કરાણે કાશ્મીર સમસ્યા માટે નહેરૂને જવાબદાર માનવામાં આવે છે

મંજૂરી ન મડવાથી નહેરુ, ગોપાલ સ્વામી અયંગરને લઈ આવ્યા. ત્યારે જમ્મુ-કાશ્મીરનાં મહારાજા હરિસિંહનાં પૂર્વ દીવાન હતા. કલમ 370નો મુસદ્દો ઘડવામાં અયંગરની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. સરદાર પટેલે જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે 27 ડિસેમ્બર, 1947નાં રોજ નહેરુએ સરદારને જવાબ આપ્યો કે, મને ખરેખર ખબર નથી કે રાજ્યોનું મંત્રાલય એટલે કે સરદાર પટેલનું મંત્રાલય આમાં ક્યાં ચિત્રમાં આવે છે. સિવાય કે જે પગલાં લેવાય તેની તેને જાણ કરવાની હોય. આ બધું મારા કહેવાથી થાય છે અને હું જે બાબતમાં મારી જાતને જવાબદાર સમજતો હોઉં તે બાબત સ્વેચ્છાએ છોડવા હું દરખાસ્ત કરતો નથી.”  આનો અર્થ એ થયો કે કલમ 370થી માંડીને કાશ્મીરમાં જે કંઈ થયું તે નહેરુએ પોતાની મનમરજીથી, શેખ અબ્દુલ્લા જેટલું પાણી પીવડાવે તેટલું પીને કર્યું હતું અને એટલે જ કાશ્મીરની જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ તે માટે એક માત્ર જવાબદાર કોંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુ ને જ માનવામાં આવે છે.

ચાલાકીથી આ  રીતે સરદારને કરાયા હતા આગળ

જ્યારે કલમ 370ને મંજૂર કરાવવાની વાત આ,વી ત્યારે નહેરુ અમેરિકામાં સંસદોને સંબોધી રહ્યા હતા. એટલે તેમણે કલમ 370 મંજૂરીની ખો સરદાર પટેલને આપી દીધી! તેમણે નીચી મુંડી કરીને સરદારને વિનંતી કરી કે આ કલમ મંજૂર કરાવી લો. સરદારે પણ શિસ્તબદ્ધ સિપાહીની જેમ આ કાર્ય કરી બતાવ્યું. જ્યારે અયંગરે કોંગ્રેસ સંસદીય પક્ષમાં કલમ 370નો મુસદ્દો વાંચ્યો ત્યારે કોંગ્રેસીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો! સરદારે આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાશ્મીરની સ્થિતિનો હવાલો આપીને બંધારણ સભા અને કોંગ્રેસ કારોબારીના સભ્યોને મનાવી લીધા. પરંતુ જે સરદારે તેમને કલમ 370 મંજૂર કરાવી આપી તેમના નામે જ આ કૃત્ય પાછળથી ચડાવી દીધું! પરંતુ આજ નો સમય બીજુ જ છે. પૂર્વ ગૃહમંત્રીનાં સપના, હવે વર્તમાન ગૃહમંત્રીએ પૂરા કરી બતાવ્યુ છે. ઈતિહાસમાં કરાયેલી ભુલોને વર્તમાન સરકાર સુધારવામાં લાગી ગઈ છે. અને આજના સમયમાં ફરીથી દેશવાસિઓની ક્રાંતિકારી જીત થઈ છે.

જ્યારે મોદી અને મનોહર જોષીએ લાલ ચોકમાં લહેરાવ્યો હતો ત્રીરંગો

આપને જણાવી દઈએ કે1992ની 26 જાન્યુઆરીનો દિવસ પણ ઐતિહાસિક હતો. જ્યારે લાલ ચોકમાં ચારેય બાજુ સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસના જવાનો તૈનાત હતા. બહુજ તણાવ અને કડક સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોષીએ ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમયે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકવો જોઈએ, જે આજે 27 વર્ષ બાદ સંસદમાં 370ની કલમ નાબૂદ થતાની સાથે જ સમગ્ર કાશ્મીરમાં ત્રિરંગો લહેરાશે. આ સાથ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપ્રેમ અંગેનો સંકલ્પ પૂરો થયો છે.

27 વર્ષ પહેલા મોદીએ કર્યો હતો સંકલ્પ

લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતા પહેલા નરેન્દ્ર મોદીએ એક જાહેરસભામાં કાશ્મીર બેફામ બનેલા આતંકીઓને પડકાર્યા હતા. થોડા સમય પહેલા આ જાહેરાસભાના બહાર આવેલા વીડીયોમાં ભગવા રંગની પાઘડી પહેરીને નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, અમારી યાત્રાની સફળતાએ આતંકીઓને પરેશાન કરી નાંખ્યા છે. લાલ ચોકમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. દીવાલો ઉપર લખેલું છે કે, જેમણે પોતાની માતાનું દૂધ પીધું હોય તેઓ શ્રીનગરના લાલ ચોક પર આવીને ભારતનો ઝંડો લહેરાવીને બતાવે અને જો તે જીવતો પાછો જશે તો આતંકવાદીઓ તેમને ઈનામ આપશે. આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, 26 જાન્યુઆરી આડે હવે થોડા જ કલાકો બાકી છે. લાલ ચોકમાં નિર્ણય થઈ જશે કે કોણે પોતાની માતાનું દૂધ પીધું છે.

વર્ષોથી લટકતો ભટકતા આ પ્રશ્નનો આજે અંત આવ્યો

વર્ષો બાદ આજનો દિવસ પણ ઐતિહાસિક બની ગયો છે. જ્યારે જમ્મુ કાશ્મીર મુદ્દે ફરીથી સરકારને જીત મળી છે. સમગ્ર દેશમાં જીત અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જમ્મુ કાશ્મીર અને ભારતના બીજા રાજ્યો વચ્ચેની દિવાર હવે હટી ગઈ છે. હકીકતમાં સમાનતાની દૃષ્ટીએ આજે ભારત પૂર્ણ થયો છે. એમ કહેવામાં ખોટુ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહીની દ્રઢતા અને કોઇ પણ કામને કુનેહ પુરવક પાર પાડવાની કુશળતા સાથે તેમજ PM મોદીનાં પોલીટીકલ વિલને કારણે વર્ષોથી લટકતો ભટકતા આ પ્રશ્નનો આજે અંત આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.