Banaskantha News/ બનાસકાંઠાના પાલનપુર-આબુ હાઇવે પર કાર અચાનક ભડકે બળી

આબુ રોડથી મહેસાણા જઈ રહેલી કાર ખુનિયા પાટિયા પાસે આગથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ કારને ભારે નુકસાન થયું હતું.

Top Stories Gujarat Breaking News

Banaskantha News:બનાસકાંઠાના પાલનપુર-આબુ હાઇવે પર કારમાં આગ અચાનક લાગવાની ઘટના સામે આવી છે. આબુ રોડથી મહેસાણા જઈ રહેલી કાર ખુનિયા પાટિયા પાસે આગથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ કારને ભારે નુકસાન થયું હતું.

પાલનપુર-આબુ હાઇવે પર કારમાં આગ લાગી

અહેવાલો અનુસાર, રાજસ્થાનથી (Rajsthan) આવી રહેલા ડ્રાઇવરે અમીરગઢના ખુનિયા પાટિયા નજીક કારમાંથી ધુમાડો નીકળતો જોયો. તેણે તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં ઉભી રાખી. ડ્રાઇવર બહાર નીકળતાની સાથે જ કારમાં અચાનક આગ લાગી ગઈ.

ટાયર ફાટ્યા બાદ અચાનક આગ લાગ્યાનું અનુમાન

સ્થાનિક રહેવાસીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઝડપથી ફેલાઈ ગઈ. ત્યારબાદ તેઓએ પાલનપુર ફાયર વિભાગને જાણ કરી. જોકે, ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના બાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી અને કાર ચાલકને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં લાગી આગ

આ પણ વાંચો:દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા

આ પણ વાંચો:જેસલમેરમાં બસમાં 20 લોકો જીવતા સળગી ગયા,ઓળખ માટે DNA નમૂના લેવાયા