Patan News : સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના:ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન પગ લપસી જતાં એક શખસ નીચે પટકાયો, બે વ્યક્તિને ઈજા પહોંચીસિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના બની છે. ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન પગ લપસી જતાં એક શખસ પટકાયો હતો. નીચે ઊભેલા વ્યક્તિ પર આ શખસ પડતાં તેને પણ ઈજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યાં છે. જોકે, સામાન્ય ઈજા હોય બન્નેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ધાર્મિક અને મનોરંજનના મહત્વ સાથે સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ અગાઉ આજે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ છે.આગામી 3 નવેમ્બરથી શરૂ થનારા આ 7 દિવસીય મેળાની તૈયારીઓના ભાગરૂપે ચકડોળ ફિટિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક શખસનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો.
જેથી સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.ચકડોળ ફિટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા આસિતે જણાવ્યું હતું કે, અમે ચાલુ વરસાદમાં ચકડોળ ફિટિંગનું કામ કરી રહ્યા હતા. હું ચકડોળના નટબોલ ફિટ કરી રહ્યો હતો. તે દરમિયાન મારો પગ સ્લિપ થયો હતો. જેથી હું નીચે પટકાયો હતો. જેને પગલે મને અને અન્ય એકને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ત્રિપલ અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં ત્રણના મોત
આ પણ વાંચો: અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
