Amreli News/ દિલીપ સંઘાણીની ટવીટથી રાજ્યના રાજકારણમાં મચી ખલબલી

ભાજપના નેતા દિલીપ સંઘાણી ફરી ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંઘાણીએ પોસ્ટ કરી છે. સંઘાણીની ટ્વીટથી ફરી પાછો હડકંપ મચ્યો છે. ગુજરાતના રાજકારણમાં પણ તેમની ટવીટના કારણે ખલબલી મચી ગઈ છે. આ ટવીટે અનેક રાજકીય અટકળોને વેગ આપ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ભાજપના નેતા દિલીપ સંઘાણી ફરી ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંઘાણીએ પોસ્ટ કરી છે. સંઘાણીની ટ્વીટથી ફરી પાછો હડકંપ મચ્યો છે. ગુજરાતના રાજકારણમાં પણ તેમની ટવીટના કારણે ખલબલી મચી ગઈ છે. આ ટવીટે અનેક રાજકીય અટકળોને વેગ આપ્યો છે.

સંઘાણીએ સોશિયલ મીડિયા પર ટવીટ કરીને ગુજરાતના ઠંડા પડતા રાજકારણમાં ગરમાવો આણી દીધો છે. સંઘાણીએ સોશિયલ મીડિયા પર સૂચક ટવીટ કરીને જણાવ્યું છે કે દિકરીના નિહાપા લાગ્યા. સંઘાણીએ આ ટવીટ કોના અંગે કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. ટવીટ મામલે દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે મેં મારી ભાવના ટવીટ સ્વરૂપે રજૂ કરી.

દિલીપ સંઘાણીએ આ ટવીટ અમરેલીની મુલાકાત બાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમરેલીની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિ જોયા પછી આ ભાવના રજૂ કરી હતી. તેમણે પાછી આ ટવીટ નામ વગર કરી હતી. તેના કારણે દરેક જણ વિચારમાં પડી ગયું છે કે તેમણે આ ટવીટ અમરેલીને ધ્યાનમાં રાખીને તો કરી, પણ તે કોને લક્ષ્યાંક બનાવીને કરી તે બાબત ચર્ચાનો વિષય છે.

દિલીપ સંઘાણી આમ પણ વિવાદમાં રહેવા માટે જાણીતા છે.  અગાઉ તે જયેશ રાદડિયાના સમર્થનના કારણે વિવાદમાં હતા. અમરેલીના વતની સંઘાણી ઇફકોના ચેરમેન છે. હવે તેમણે કઇ દીકરી અને તેના નિસાસાના સંદર્ભમાં વાત કહી તેનો ઉલ્લેખ નથી. હવે દિલીપ સંઘાણી પોતે આ મુદ્દે કોઈ ફોડ નહીં પાડે તો આગામી દિવસોમાં આ બાબતને અટકળોનું બજાર ગરમ જ રહેવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાળમાં કાળુ કે આખી દાળ કાળી? અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ

આ પણ વાંચો:અમરેલી : લેટરકાંડ મામલે પરેશ ધાનાણીની વધુ 24 કલાક ધરણાંની જાહેરાત

આ પણ વાંચો:લેટરકાંડઃ પાયલ ગોટી SIT ટીમ લઈ જતી હતી, ત્યારે પરેશ ધાનાણીએ SITની ટીમને રોકી