Gujarat News/ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની હડતાલ સમેટાઈ

સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષાઈ હતી

Top Stories Gujarat

Gujarat News : ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની હડતાલ સમેટાઈ ગઈ છે. જેમાં સાનુકૂળ બેઠક બાદ સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ પુરી થઈ છે.  લાભાર્થીઓને અનાજ વિતરણ કરવા માટે એસોસિએશન તૈયાર થયું છે.  બાદમાં ઉચ્ચ અધિકારીઓસાથે બેઠક બાદ આખરે હડતાળનો અંત આવ્યો હતો.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી રમણ સોલંકી સાથે વિતરક એસોસિયેશનના આગેવાનોની બેઠક બાદ આ અંગે સકારાત્મક સમાધાન થયું છે

જેમાં મુખ્ય માંગણીનો સરકાર તરફથી સ્વીકાર થયો છે. સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષાઈ હતી.  દરમિયાન આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારી હતી.  ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે.

મીનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમત થઈ છે. તકેદારી સમિતિના 2 સભ્યોના બાયો મેટ્રિક પર સરકાર સહમત થઈ છે.

વિતરકોની સૌથી મહત્ત્વની માગણી, એટલે કે તેમના કમિશનમાં વધારો કરવાની બાબત પર સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે. સરકારે ખાતરી આપી છે કે કમિશન વધારવાની દરખાસ્તને ત્વરિત ધોરણે નાણા વિભાગને મંજૂરી માટે મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, વિતરકોની અન્ય એક સમસ્યા, બાયોમેટ્રિક પ્રક્રિયામાં જથ્થો ઉતારવા સંબંધિત હતી. આ અંગે પણ વહીવટી સરળતા લાવતા નિર્ણય લેવાયો છે કે, હવેથી રેશનિંગનો જથ્થો ઉતારતી વખતે 2 સભ્યોની સહીથી બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.

હડતાળ સમાપ્ત થયાની જાહેરાત થતા જ રેશનિંગ દુકાનધારકોએ તાત્કાલિક ધોરણે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. દુકાનદારો હવે ચલણ જનરેટ કરીને વહેલી તકે ગોડાઉનમાંથી માલ ઉપાડી લેશે અને ગ્રાહકોને અનાજનું વિતરણ ફરીથી નિયમિત કરી શકાશે. આ સકારાત્મક સમાધાનથી વિતરકો અને સરકાર વચ્ચેનો સંવાદ સ્થાપિત થયો છે, જે ભવિષ્યમાં આવી સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ થશે. હવે આગામી દિવસોમાં નાણા વિભાગ દ્વારા કમિશન વધારાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તેના પર સૌની નજર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો: શ્વાનનો આતંક/SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: Surat News/સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ