Ahmedabad News/ મરચા પાવડર ફેંકનાર મહિલાને માર્યા સોનીએ સતત 17 લાફા! CCTVમાં કેદ

સોની રાણીપ શાકભાજી બજાર પાસે આવેલી સોના-ચાંદીની દુકાનમાં બેઠો હતો ત્યારે ગ્રાહક તરીકે એક મહિલા ઘૂસી ગઈ. મહિલા દુકાનમાં પ્રવેશતાની સાથે જ તેણે સોનીની આંખોમાં મરચાનો પાવડર ફેંકી દીધો અને તેને લૂંટવાનો પ્રયાસ કર્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોનાની દુકાનમાં સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા ઘૂસી ગઈ. ગ્રાહક બનીને તેણે અચાનક હાથમાં રહેલા મરચાના પાવડર સોનીની આંખોમાં નાખવાનો પ્રયાસ કર્યો. જોકે, જ્યારે મરચાનો પાવડર સોનીની આંખો સુધી ન પહોંચ્યો, ત્યારે સોની તરત જ ઉભો થઈ અને મહિલા પર સતત 17 લાફા માર્યા. આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. સોનીએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે.

સોનીની આંખોમાં મરચાનો પાવડર નાખીને મહિલાએ કર્યો લૂંટવાનો પ્રયાસ…

બપોરના સમયે  સોની રાણીપ શાકભાજી બજાર પાસે આવેલી સોના-ચાંદીની દુકાનમાં બેઠો હતો ત્યારે ગ્રાહક તરીકે એક મહિલા ઘૂસી ગઈ. મહિલા દુકાનમાં પ્રવેશતાની સાથે જ તેણે સોનીની આંખોમાં મરચાનો પાવડર ફેંકી દીધો અને તેને લૂંટવાનો પ્રયાસ કર્યો.

સોનીએ મહિલા પર સતત 17 લાફા માર્યા….

જોકે, પાવડર સોનીની આંખો સુધી પહોંચ્યો નહીં. બાદમાં, જ્યારે સોનીને મહિલાનો ઇરાદો સમજાયો, ત્યારે તે તેની સીટ પરથી ઊભો થયો અને તેને એક પછી એક 17 લાફા માર્યા. સોની ટેબલ પરથી કૂદી ગયો અને મહિલાને દુકાનમાંથી બહાર ખેંચી ગયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.

પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની તપાસ શરૂ કરી….

રાણીપ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેતન વ્યાસે જણાવ્યું કે સોની ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી રહ્યો છે, પરંતુ પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની તપાસ શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સચિન વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડરનો મામલો, આરોપીને સ્થાનિકોએ ઝડપ્યો

આ પણ વાંચો:વાડજમાં ખરીદીને બહાને જ્વેલર્સની દુકાનમાં ચોરી

આ પણ વાંચો:શું તમે ક્યારેય 24 કેરેટ સોનાની કુલ્ફી ખાધી છે? તમે તેની કિંમત પર વિશ્વાસ નહીં કરો