Rajkot News/ રાજકોટમાં જસદણના કનેશરા ખડવાવડી ખાતે અકસ્માતમાં બેનાં મોત

રાજકોટમાં જસદણના કનેશરા ખડવાવડી ખાતે થયેલા અકસ્માતમાં બેનાં મોત થયા છે. કાર વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર સામંત મકવાણા અને સંજય પલાળિયા નામના શખ્સનું મોત થયું હતું.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં જસદણના કનેશરા ખડવાવડી ખાતે થયેલા અકસ્માતમાં બેનાં મોત થયા છે. કાર વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર સામંત મકવાણા અને સંજય પલાળિયા નામના શખ્સનું મોત થયું હતું.

અકસ્માત થયા પછી કાર વીજ પોલને અથડાઈને એટલી દબાઈ ગઈ હતી કે કારના તૂટેલા ભાગો દૂર કરીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા. બંને મૃતક જસદણના ખડવાવડી ગામના રહેવાસી હતી. અકસ્માતની ઘટના બનવાના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. સ્થાનિકોને અકસ્માત જોઈને જ લાગ્યું હતું કે આમા તો બચવું જ અશક્ય છે. કારનો એકદમ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર વળીને બુકડો બની ગઈ હતી. આના પરથી જ જણાઈ આવે છે કે કાર કેટલી ઝડપે આવતી હતી. અકસ્માત સ્થળે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.

સ્થાનિકોએ તરત જ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જસદણની પોલીસ તરત જ દોડી આવી હતી. તેણે પહેલાં તો ટ્રાફિક ક્લિયર કરીને વાહન વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો. લોકોના ટોળાંને વિખેરી નાખ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના સગાસંબંધીઓને સુપ્રદ કરી દેવાશે. પોલીસ આ કેસમાં ફોરેન્સિક તપાસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ હતો કે નહીં તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત પોલીસે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ જોવા માંડ્યા છે, જેથી કઈ રીતે અકસ્માત થયો તેની પણ ખબર પડે.

બંને મૃતકોના કુટુંબમાં ખબર પડતાં રોક્કળનું વાતાવરણ સર્જાયું હતું. આખું કુટુંબ હીબકે ચઢ્યું હતું. કુંટુંબીઓ અને તેમના આપ્તજનોના આંસુ સુકાતા ન હતા. આખા વાતાવરણમાં જાણે ઉદાસી છવાઈ ગઈ હતી. ગાડી લઈને હમણા જઈને આવું તેમ કહીને નીકળેલા આ બંને જણાનો મૃતદેહ પાછો આવશે તેવી કલ્પના પણ કોને હતી, હસતા-રમતા ગયેલા બે યુવાનો એક લાશ બનીને આવતા આખા ગામમાં સોંપો પડી ગયો છે. ઉદાસીનું અને ગમગીનીનું વાતાવરણ છે. બે કુટુંબ નોંધારા બની ગયા છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં હચમચાવી આપતી દૂર્ઘટનાઃ 10 વર્ષની દીકરીને 3 મહિના સુધી પોર્ન વીડિયો બતાવી શખ્સે કર્યા અડપલા