Rajkot News/ રાજકોટમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે મોત

રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક એક ઝડપી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં ટુ-વ્હીલર સવારને કાર સાથે ખેંચી લેવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Breaking News

Rajkot News:રાજકોટમાં એક બેદરકાર કાર ચાલકે વધુ એકનો જીવ લીધો છે. રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે, એક ઝડપી BMW કાર એક ટુ-વ્હીલર સાથે અથડાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતક આશરે 20 વર્ષનો હતો, અને કાર આત્માન પટેલ નામનો યુવાન ચલાવી રહ્યો હતો. અભિષેક તરીકે ઓળખાતા આ યુવાનનું તાત્કાલિક મોત થયું હતું, અને કાર ચાલક અકસ્માત બાદ પોલીસ સ્ટેશન ગયો હતો.

ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો

રાજકોટના (Rajkot) કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક એક ઝડપી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં ટુ-વ્હીલર સવારને કાર સાથે ખેંચી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ કાર ચાલક પહેલાથી જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને શબપરીક્ષણ પછી તેને પરિવારને સોંપવામાં આવશે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટ શહેરમાં અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા છે.

પૂરપાટ આવતી BMW કારે ટુ વ્હીલરને અડફેટે લીધો

રાજકોટ શહેરમાં અકસ્માતો વારંવાર બનતા રહે છે, અને મોડી રાત્રે બીજો અકસ્માત (Accident) થયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. કાર નંબર GJ 03 NB 7301 ના ચાલકે ટુ-વ્હીલર સવારને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે 108ને ફોન કર્યો, અને 108 ટીમે ટુ-વ્હીલર સવારને મૃત જાહેર કર્યો. રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે યુવક, એક કિશોર અને એક યુવતીનો સમાવેશ થાય છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો:રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો:રાજકોટમાં હચમચાવી આપતી દૂર્ઘટનાઃ 10 વર્ષની દીકરીને 3 મહિના સુધી પોર્ન વીડિયો બતાવી શખ્સે કર્યા અડપલા