Entertainment News : એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને પાંચ વર્ષ વીતી ગયા છે. બીજીતરફ તેમના મૃત્યુની CBI તપાસે રિયા ચક્રવર્તીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેણીએ માત્ર જાહેરમાં અપમાન સહન કર્યું જ નહીં પરંતુ જેલમાં પણ સમય પસાર કર્યો. તેણીએ હવે ખુલાસો કર્યો છે કે જ્યારે બધું તૂટી રહ્યું હતું ત્યારે હનુમાન ચાલીસાએ તેણીને શક્તિ અને શાંતિ આપી હતી.
અભિનેત્રી રિયા ચક્રવર્તીનું જીવન જૂન 2020 માં ધરખમ બદલાઈ ગયું. તે રોજિંદા સમાચારોમાં ચમકતી હતી, તેના નામે અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવતા હતા. જોકે, તેને હવે સીબીઆઈ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે, જેનાથી તેણીએ રાહતનો શ્વાસ લીધો છે.
રિયા ચક્રવર્તી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે સુશાંતના મૃત્યુથી માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડી હતી , ત્યારે એકમાત્ર વસ્તુ જેણે તેને આગળ વધવામાં મદદ કરી હતી તે હતી હનુમાન ચાલીસા. તેણીએ કહ્યું, “મેં 2020 માં તેને વાંચવાનું શરૂ કર્યું અને હવે હું દરરોજ ઓછામાં ઓછા સાત વખત, દિવસમાં ઓછામાં ઓછા એક કે બે વાર હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. અને તે ધ્યાનનું એક સ્વરૂપ છે.”
રિયાએ સમજાવ્યું કે આ માન્યતા તેના મુશ્કેલ સમયમાં તેની જીવનરેખા બની ગઈ. તેના કહેવા મુજબ, “હું સવારે ઉઠતી અને સૂતા પહેલા, હું મારા માતાપિતાને કહેતી કે હું શેના માટે આભારી છું. ક્યારેક મને ખ્યાલ પણ હોતો નહીં કે આભારી રહેવા યોગ્ય કંઈ છે. પણ હું વિચારતી, ‘હું ચાલી રહી છું, મારા હાથ અને પગ કામ કરી રહ્યા છે, મારી આંખો કામ કરી રહી છે, તેથી હું તેના માટે આભારી છું.'”
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચને ઠુકરાવી હતી આ સુપરહીટ ફિલ્મો…તમામ થઇ બ્લોક બસ્ટર!!
આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું
આ પણ વાંચો: કેટરિના કૈફ અને વિકી કૌશલે બેબી બોયનું સ્વાગત કર્યું, અમારી ખુશીનો પાર નથી
