Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દોલિયા ગામની એક સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકા સામે વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને હેરાન કરવા અને જાતિ આધારિત ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ, તાલુકા વિકાસ અધિકારી (TDO) એ તાત્કાલિક અસરથી બંનેની બદલી કરી દીધી હતી. આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણ પ્રણાલીમાં વ્યાવસાયિક આચરણ અને જાતિવાદના મુદ્દાઓને આગળ લાવ્યા છે.
ડોળિયા ગામે પ્રા. શાળામાં વાલીઓએ કરી હતી તાળાબંધી
દોલિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના આશરે 456 વિદ્યાર્થીઓ છે. વાલીઓ (Parents) અને ગ્રામજનો અનુસાર, શાળાના આચાર્ય (Principal) અને શિક્ષિકા સામે વિદ્યાર્થીઓને માનસિક હેરાન કરવા,જાતિ આધારિત ભેદભાવ અને કામમાં અવરોધ લાવવાની ગંભીર ફરિયાદો હતી.આ આરોપો બાદ, વાલીઓએ 10 નવેમ્બર, 2025 ના રોજ શાળાના મુખ્ય દરવાજાને તાળા મારી દીધા હતા અને મુખ્ય શિક્ષકની તાત્કાલિક બદલીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે
મંતવ્ય ન્યૂઝ દ્રારા અહેવાલ પ્રકાશિત કટવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તાત્કાલિક રીતે કરાઇ બદલી
મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત થયા પછી આ ઘટના વાયરલ થઈ હતી. સ્થાનિક સ્તરે ચર્ચા વધુ તીવ્ર બની હતી અને શિક્ષણ વિભાગ પર દબાણ વધ્યું હતું. રિપોર્ટના 24 કલાકની અંદર, મહુવા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી તેમજ તાત્કાલિક રીતે તેમની બદલી કરાઇ હતી.
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર : પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: પોન્ઝી સ્કીમના બે સંચાલકોની કરાઇ ધરપકડ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર : ધ બીગબુલ નામની પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ
