Ahmedabad News: ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓને લઈને જબરદસ્ત રહસ્યોદઘાટન થયું છે. આ આતંકીઓ કેમિકલ હુમલો (Chemical Attack) કરવાનું આયોજન ધરાવતા હતા. હા, ભારતમાં અત્યાર સુધીમાં થયેલા આતંકી હુમલા (Terrorist Attack) માં બોમ્બ વિસ્ફોટ થયા છે, પરંતુ કેમિકલ એટેક ક્યારે થયો નથી. તેથી દેશની અંદર સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતા.
આ બતાવે છે કે પકડાયેલા આતંકવાદીઓના ઇરાદા કેટલા ખતરનાક હતા અને તેઓ કેટલા મોટાપાયા પર જાનહાનિ સર્જવા માંગતા હતા. દેશના કેટલાય વિસ્તારોને જાણે તે કબ્રસ્તાન બનાવી દેવાની ફિરાકમાં હતા. આના પરથી જ ગુજરાત એટીએસની કામગીરીનું મહત્વ સમજાઈ આવે છે કે તેમણે દેશ પર તોળાતા કેવા મોટા આતંકી હુમલાને ટાળ્યો.
ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો છે. તેઓ પાસેથી પકડવામાં આવેલી કારમાંથી એક પ્રવાહી મળી આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આતંકીઓએ રાઇઝીન નામનું અત્યંત ખતરનાક ઝેર પણ બનાવ્યું હતું. આમ મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત હતી.
આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી પછી તેમની પાસેથી કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો, પહેલી જ વખત આતંકીઓ પાસેથી આ પ્રકારના કેમિકલના મળેલા જથ્થાએ એટીએસને પણ વિસ્મયમાં મૂકી દીધી છે. આ ઉપરાંત કારમાંથી પણ પ્રવાહી મળી આવ્યુ હતુ. આતંકીઓએ રાઈઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું હતુ અને મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત સામે આવી છે, આના પરથી જ આતંકીઓના ખતરનાક મનસૂબા જણાઈ આવે છે.
તેના પછી ISKPના ત્રણ આતંકવાદીઓને લઈને ATSની ટીમોએ વિવિધ રાજ્યોમાં પણ તપાસ હાથ ધરી છે. આમ પકડાયેલા આતંકીઓના તાર અન્ય રાજ્યોમાં ક્યાં-ક્યાં જોડાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હૈદરાબાદમાં પણ તપાસ કરવા જવાની છે. આતંકીઓને આટલુ બધું ફંડિંગ ક્યાંથી મળ્યું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હૈદરાબાદમાં એહમદ સૈયદના ઘરે તપાસ કરવામાં આવશે અને ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ રેકી અંગે તપાસ કરવામાં આવશે. હનુમાનગઢીમાંથી મળેલા શસ્ત્રોને લઈને પણ તપાસ કરવામાં આવશે. આતંકવાદીઓએ આવું ઝેર ક્યાંથી મેળવ્યુ તેની પણ તપાસ કરવામાં આવનારી છે. આ બધાના આતંકવાદી સંગઠનો સાથે શું-શું જોડાણો છે તેની તપાસ કરવામાં આવશે.
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને ઝડપવામાં આવ્યા છે. પકડાયેલા આતંકીઓમાં એક ડો. અહેમદ સૈયદ ઝીલાની ડોક્ટર હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આતંકી ડોક્ટર એહમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાતમાં આવી યુપી,રાજસ્થાન ATSની ટીમો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
આ પણ વાંચો: Ahmedabad News/ગુજરાત ATSએ આતંકીઓની કરી ધરપકડ, શું સાયનાઇડ ઝેર બનાવવાનું શરૂ કર્યું… ISIS સાથેના કનેક્શન, પ્લાન શું હતો?
આ પણ વાંચો: Breaking News/ગુજરાત ATSની મોટી સફળતા, AQISની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ધરપકડ
