Bhavnagar News: મહુવાના દયાળ ગામમાં એક વૃદ્ધ ખેડૂત કપાસની આડમાં લીલો ગાંજો વાવી રહ્યો હોવાની માહિતીના આધારે, દાતા પોલીસે રત્નેશ્વર રોડ નજીક એક ખેતરમાં દરોડો પાડ્યો. દરોડા દરમિયાન,કપાસના વાવેતરનું નિરીક્ષણ કરતી વખતે, વિવિધ કપાસના ખેતરોમાં 22 લીલા ગાંજાના છોડ મળી આવ્યા.
આધેડ ખેડૂત વીરકુભા પોલીસની ગિરફતમાં
દયાળ ગામના રહેવાસી વિરકુ ચિથર બાટિયા (ઉંમર 65 વર્ષ) નામના ખેડૂતને (Farmer) ગાંજાની આદત હતી અને તેણે પોતાના ખેતરમાં ગાંજો વાવ્યો હતો. આ માહિતીના આધારે, પોલીસે તપાસ શરૂ કરી.
દયાળ ગ્રામ પંચાયતની સામેના ખાડામાં રત્નેશ્વર જવાના રસ્તા પર એક ખેતરનું નિરીક્ષણ કરતી વખતે, ખેડૂત વિરકુ ચિથર બાટિયા હાજર મળી આવ્યા હતા. તેમની સાથે વિવિધ કપાસના ખેતરોમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ખેતરમાં વિવિધ વજનના કુલ 22 લીલા ગાંજાના (Marijuana)છોડ મળી આવ્યા હતા. FSL ટીમની હાજરીમાં, પોલીસે ₹8.61 લાખની કિંમતના લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દાઠા પોલીસની રેડમાં 22 લીલા ગાંજાના છોડ ઝડપાયા
મહુવા અને તળાજા ગ્રામીણ વિસ્તારોના કૃષિ ક્ષેત્રોમાં, લીલા ગાંજાની ખેતી અને સૂકા ગાંજાના દૈનિક વેચાણ એક ઉપદ્રવ બની ગયા છે. આને રોકવા માટે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસે તાજેતરના દિવસોમાં વારંવાર દરોડા પાડીને ઘણા લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:ભાવનગર : પુત્રવધૂને તેડવા ગયેલા સસરા પર વેવાઇનો છરીથી હુમલો
આ પણ વાંચો:ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભાવનગરનો પુત્ર જો ખેડૂતોનું દુઃખ ન સમજે તો રાજ્યની પીડા કેવી રીતે સમજશે: જેની બેન
