Gujarat News : પંજાબમમાં ગ્રેનેડ અને હથિયાર વડે આતંક ફેલાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ATS પોલીસે આતંકી સાથે સાંઠગાંઠ ધરાવતા ગુરપ્રીતસિંગ ઉર્ફે ગોપી બિલાની ધરપકડ કરી છે. તપાસમાં આરોપી ગુરપ્રીત પંજાબમાં હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતના હાલોલ માંથી આરોપી ગુરપ્રીતસિંગ ને ATS એ દબોચી લીધો છે. હાલોલની એક કંપનીમાં ઓળખ છુપાવી મજૂર તરીકે ગુરપ્રીતસિંગ કામ કરતો હતો. તેની સામે આતંકીઓને મદદ કરવા બદલ ગુનો નોંધાયો હતો.અન્ય આરોપી મનુ અગવાન અને મનિન્દર બિલ ના સંપર્ક માં ગુરપ્રીત હોવાનું બહાર આવ્યું છે.
પંજાબના ગીચ વિસ્તારોમાં ફાયરિંગ કરી અને ગ્રેનેડ બ્લાસ્ટ કરી દહેશત ફેલાવવાનો પ્લાન હતો. ATS એ બાતમીના આધારે આરોપી ગુરપ્રીતસિંગ બિલા ઉર્ફે ગોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા હાલ મલેશિયામાંરહે છે. તેઓ દ્વારા પાકિસ્તાનની ISIના હેન્ડલરો સાથે મળીને ભારતના પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરીને ગ્રેનેડ અને પિસ્ટલ મેળવી પંદાબ અને અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવાનું કાવતરૂ ઘડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પંથબિરસિંઘ અને જશકિરતસિંઘની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાંઆવેલી છે. પુછપરછમાં તેમણે ગુનામાંસામેલ અન્ય આરોપીઓ ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાનું નામ આપ્યું હતું. બાદમાં વોન્ટેડ આરોપીગુરપ્રિતસિંગ ઉર્ફે ગોપીની માહિતી ગુજરાત એટીએસને આપવામાંઆવી હતી.
આ પણ વાંચો:ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત
આ પણ વાંચો:ખંભાતમાં ત્રણ લાખની લાંચ લેતા PSI રંગે હાથ ઝડપાયો
આ પણ વાંચો:ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત
