Panchmahal News/ પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ

રવિવારે બોડેલીના અલીપુરા ચારરસ્તા પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી.સંખેડાના વાગેઠા ગામના બાઇક સવાર જગદીશ તરબડા (56) ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર લટકતી ચાઇનીઝ પતંગની દોરી અચાનક તેમના ગળામાં ફસાઈ ગઈ હતી.

Top Stories Gujarat Breaking News

Panchmahal News:પંચમહાલમાં આવેલા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે એક આધેડ બાઇક સવારના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતાં તેને ગળા પર ગંભીર ઈજા થઈ હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંક સમયમાં જ મોત નીપજ્યું હતું.

ગઈ કાલ સાંજના સમયે બોડેલીના અલીપુરા નજીક બની હતી ઘટના,,

રવિવારે બોડેલીના અલીપુરા ચારરસ્તા પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી.સંખેડાના વાગેઠા ગામના બાઇક સવાર જગદીશ તરબડા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર લટકતી ચાઇનીઝ દોરી અચાનક તેમના ગળામાં ફસાઈ ગઈ હતી. ચાઇનીઝ દોરી (Chinese thread) તેમના ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેમને ઊંડો ઘા થયો હતો અને ખૂબ લોહી નીકળ્યું હતું.

રાહદારીઓએ તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઈ ગયા હતા. જોકે, વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા (Vadodra) લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ટૂંક સમયમાં તેમનું મૃત્યુ થયું. આ સમગ્ર ઘટનાથી બોડેલીમાં ભારે હોબાળો મચી ગયો છે. સ્થાનિક લોકોમાં ચાઇનીઝ દોરી પ્રત્યે ગુસ્સો સ્વાભાવિક છે. ખાસ કરીને જેમ જેમ ઉતરાણ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ચાઇનીઝ દોરીના ઉપયોગ પર નિયંત્રણો અને પ્રતિબંધોના કડક અમલ માટે માંગણીઓ વધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોધરામાં પોલીસે ચાઇનીઝ દોરી વેચતા બે આરોપીની કરી ધરપકડ,એક ફરાર

આ પણ વાંચો:વડોદરાના સાવલી-સમલાયા રોડ પરથી ચાઇનીઝ દોરી ઝડપાઇ

આ પણ વાંચો:ઉતરાયણમાં ચાઇનીઝ દોરી સંદર્ભે આ નંબર ઉપર કરો ફરિયાદ