World news : રશિયાએ યુક્રેન પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) છોડી છે. યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં પહેલીવાર રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે.મળતી માહિતી મુજબ રશિયા દ્વારા આજે (21 નવેમ્બર) સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હતો. એવી આશંકા છે કે રશિયાએ RS-26 રુબેઝ મિસાઈલનો ઉપયોગ કર્યો છે.આ મિસાઈલની રેન્જ 5,800 કિમી છે. યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ મિસાઈલ સિવાય કિંજલ હાઈપરસોનિક અને KH-101 ક્રુઝ મિસાઈલથી પણ હુમલો કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે 20 નવેમ્બરના રોજ યુક્રેનિયન ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ RS-26 રુબેઝને છોડવાની તૈયારી કરી રહી છે.
તાજેતરમાં, રશિયાએ દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલોને તોડી પાડી હતી.આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના શહેર ડીનીપ્રોને નિશાન બનાવ્યું હતું . યુક્રેનિયન વાયુસેનાએ ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ રશિયાના આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવી હતી.હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ પછી યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. માનવામાં આવે છે કે રશિયાએ યુક્રેનના હુમલાનો જવાબ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે ICBM એ વ્યૂહાત્મક શસ્ત્રો છે, જેને પરમાણુ હથિયારો પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તે રશિયાના પરમાણુ પ્રતિરોધકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તાજેતરમાં યુદ્ધના 1000 દિવસ પૂર્ણ થયા.
આ પણ વાંચોઃપાકિસ્તાનમાં 12 દેશોના રાજદૂતોના કાફલા પર આતંકવાદી હુમલો, બોમ્બ બ્લાસ્ટમાં 1નું મોત, અનેક ઘાયલ
આ પણ વાંચોઃપાકિસ્તાનના પંજાબમાં ડાકુઓનો હુમલો, 11ના પોલીકર્મીના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
આ પણ વાંચોઃપાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, બીજા સૌથી મોટા નેવલ એરબેઝ પર આતંકવાદીઓનો હુમલો
