Bhavnagar News:સિહોર પોલીસે ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. મંગળવારે રાત્રીના સમયે મળેલી બાતમીના આધારે પોલીસે નેસડા ગામ પાસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં દેશી બ્રાન્ડની કુલ 620 બોટલ મળી આવી હતી. જેનીકુલ કિંમત સાડા 6 લાખથી વધુની હતી.દારૂની (Alcohol) બ્રાન્ડમાં મુખ્યત્વે સ્કોચ વ્હિસ્કી, વોડકા અને અન્ય પ્રીમિયમ લિકરનો સમાવેશ થાય છે.
620 નંગ દારૂનો બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
પોલીસે ઘટનાસ્થળેથી વિશાલ ઇસમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની સાથે હાજર રહેલો બીજો શખ્સ અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની ઓળખ શોધી રહી છે.આરોપી વિશાલ પર અગાઉ પણ ચાર ગુના નોંધાયેલા છે, જેમાં દારૂબંધીના ત્રણ અને જુગારનો એક ગુનો સામેલ છે. તે ગુજરાતના પ્રોહિબિશન એક્ટ હેઠળ વોન્ટેડ આરોપી પણ રહી ચૂક્યો છે.
ઝડપાયેલ આરોપી પર અગાઉ નોંધાયેલા છે 4 ગુના
સિહોર પોલીસને બાતમી મળી હતી કે નેસડા ગામના ખેતરોમાં મોટો જથ્થો લાવવામાં આવ્યો છે. તેમણે તરત જ ટીમ તૈયાર કરી અને સ્થળ પર દરોડો પાડ્યો. દારૂનો જથ્થો ખેતરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો, જેને એક કાર અને બે મોટરસાઇકલની મદદથી લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ભાવનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો, રૂ. 3.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગર-સોમનાથ હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી, રૂ. 24 લાખનો દારૂ સાથે આઈસર ટ્રક ઝડપાઈ
આ પણ વાંચો:ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
