Gandhinagar News/ આત્મહત્યા કરનાર પેટ્રોલ પંપના માલીકને ડિપ્રેશન શેનું હતું?

ધીરજ સ્વિમિંગ પુલમાં પણ પગ પલાળવામાં ડરતો, એ જ વ્યક્તિએ પોતાનું અને પોતાની દીકરીઓનું જીવન પાણીમાં જ સમાપ્ત કરી દીધું છે.બંને દીકરીઓને તેડી અને નહેરમાં કૂદી પડ્યો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે ત્રણ પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ પોતાની બે નાની-નાની દીકરીઓ સાથે 7 નવેમ્બર, 2025ના રોજ નર્મદા મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે, કારણ કે ધીરજને જીવનભર પાણીનો ભયંકર ફોબિયા હતો. તે સ્વિમિંગ પુલમાં પણ પગ પલાળવામાં ડરતો, એ જ વ્યક્તિએ પોતાનું અને પોતાની દીકરીઓનું જીવન પાણીમાં જ સમાપ્ત કરી દીધું છે.7 નવેમ્બરે શુક્રવારે સવારે ધીરજે ઘરના સભ્યોને કહ્યું કે, “દીકરીઓના આધાર કાર્ડ કઢાવવા જાઉં છું.” બંને દીકરીઓને કારમાં બેસાડી, કલોલના બલરામ પાર્ક વિસ્તારમાંથી તે નીકળ્યો અને સીધો પિયજ ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલપર પહોંચી ગયો. ત્યાં કાર કેનાલની પાળે ઊભી રાખી, બંને દીકરીઓને તેડી અને નહેરમાં કૂદી પડ્યો.

ઘરેથી નીકળ્યાના થોડી જ મિનિટોમાં ધીરજે પોતાના મિત્રને વૉટ્સએપ (WhatsApp) પર પોતાનું લાઈવ લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ મોકલ્યો.આ મેસેજ મળતાંની સાથે જ  મનોજ ભાઈને ફોન કર્યો. પરિવારજનો ઝડપથી કેનાલ પર પહોંચ્યા ત્યારે કાર અને મોબાઈલ મળ્યા, પણ ધીરજ અને બંને દીકરીઓ ગાયબ હતા.ધીરજને બાળપણથી જ પાણીનો ભયંકર ડર હતો. મિત્રો સ્વિમિંગ પુલમાં નહાવા જતા ત્યારે એ ફક્ત પાળે બેસીને પગ પલાળતો અને ગભરાઈને દૂર ચાલ્યો જતો. એક વખત દરિયા કિનારે મિત્રો તેને ખેંચીને પાણીમાં લઈ ગયા ત્યારે એ એટલો બધો ગભરાઈ ગયો કે તરત જ બહાર નીકળી આવ્યો. એ જ ધીરજે આજે પોતાની બંને દીકરીઓને લઈને નહેરમાં કૂદકો લગાવ્યો એ વાત હજુ પણ અકળાય છે.”

મૃતકના કાકાએ કહ્યું છેલ્લા 6 મહિનાથી ધીરજને શરીરમાં ધ્રુજારી, માનસિક તણાવ (Mental stress) અને બેભાન થઈ જવાની તકલીફ હતી.કલોલની ત્રણ હોસ્પિટલોમાં સારવાર કરાવી, પછી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યો.ત્રણ વખત બેભાન થઈ ગયો હતો. છેલ્લી વખતે પોતે જ હોસ્પિટલમાં એડમિટ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ડૉક્ટરો પણ બીમારીનું (Illness) મૂળ કારણ શોધી શક્યા નહીં, માનસિક નિષ્ણાતની સલાહ આપી દવા લખી આપી હતી.ઘટનાના એક સપ્તાહ પહેલા ગામના લોકો અને ધીરજના ત્રણ ખાસ મિત્રો રણુજા મંદિરના સંઘે ગયા હતા. ધીરજ પણ જવાનો હતો, પેટ્રોલ પંપના કામના લીધે રહી ગયો. છેલ્લે 8 નવેમ્બરે જવાનું નક્કી કરી બેગ પણ પેક કરી રાખી હતી. મનોજભાઈએ દુઃખથી કહ્યું, “જો એ રણુજા ગયો હોત તો આજે મારો ભત્રીજો અને એની બંને દીકરીઓ જીવતાં હોત.”

દિવાળીમાં પત્ની અને બાળકો પિયરે હતા. ધીરજ એકલો પડી ગયો હતો, એટલે ચાર દિવસ પહેલા જ તેમને ઘરે બોલાવી લીધા. દીકરીઓ માટે નવા કપડાં પણ ખરીદી આપ્યા હતા. કોઈને ખ્યાલ નહોતો કે થોડા જ દિવસોમાં તે બધું કાયમ માટે છોડી દેશે.7 નવેમ્બરથી કેનાલમાં સતત શોધખોળ ચાલુ છે. સાંતેજ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ સતત કામે લાગી છે, પરંતુ અત્યાર સુધી ત્રણેયના મૃતદેહ મળ્યા નથી.આ ઘટના ફક્ત એક પરિવારનું નુકસાન નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્યની અવગણના કેટલું મોટું વિષચક્ર બની શકે છે તેનું જીવંત ઉદાહરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર બાળહત્યા કેસ: આરોપી અનિલનું રિકન્સ્ટ્રક્શન, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા!

આ પણ વાંચો:ગાંધીનગરમાં વિધાનસભા પાસે યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ, સમસ્યા કોઈ ના સાંભળતા ઉઠાવ્યું આ પગલું

આ પણ વાંચો:બે પુત્રી સાથે ત્રણ પેટ્રોલ પંપના માલિકે કરી આત્મહત્યા, કલોલ નજીક નહેરમાં દિકરીઓના મૃતદેહ મળી આવ્યા