Ahmedabad News:અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને જૂનાગઢના એક યુવકે લગ્નનું વચન આપીને તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.જ્યારે યુવકે તેની સાથે લગ્નની ના પાડી ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલે યુવક સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પરિણામે, યુવકે તેના પર દબાણ કર્યું અને તેના પુત્રનું એક્સિડંટ કરાવવાની ધમકી આપી હતી. કંટાળીને, મહિલા પોલીસ અધિકારીએ યુવાન સામે ફરિયાદ નોંધાવી, અને પશ્ચિમ મહિલા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘાટલોડિયામાં રહેતી 39 વર્ષીય મહિલા શહેરના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે.થોડા વર્ષો પહેલા, તેને જૂનાગઢના એક યુવાન સાથે લગ્ન કર્યા હતા,પરંતુ તેના પતિ સાથે મતભેદને કારણે, તેને તેને છૂટાછેડા આપી દીધા હતા. 2015 માં, મહિલા સોશિયલ મીડિયા દ્વારા તેના સાસરિયાના પડોશમાં રહેતા એક યુવાનના સંપર્કમાં આવી હતી.આ દરમિયાન યુવકે તેને લગ્નની લાલચ આપી હતી, પરંતુ જ્યારે યુવતીએ બોયફ્રેન્ડને તેની સાથે લગ્ન કરવા કહ્યું, તો પહેલા તેને યુવતી સાથે દલીલ કરી પછી યુવકે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલને લગ્ન માટે ના પડી દીધી હતી.
આપને જણાવી દઈએ 2022 માં, મહિલા પોલીસ અધિકારીએ તે યુવક સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ, તે યુવકે તેને અલગ અલગ નંબર પરથી ફોન કરીને તેના પુત્રને એક્સિડંટ કરાવવાની ધમકી આપી અને સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતુ. જેનાથી કંટાળીને, મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના ત્યારે બની હતી જ્યારે તે મહિલા પોલીસ વિભાગમાં ન હતી, પરંતુ બાદમાં તે પોલીસ વિભાગમાં જોડાઈ ગઈ હતી. ફરિયાદના આધારે, હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:વધુ એકવાર અમદાવાદ શહેર પોલીસ પર લાંછન, લજવાઈ ‘ખાખી’
આ પણ વાંચો:ટ્રાફિકી આઈ ડિવિઝનના ટ્રાફિક PI ને વેપારીના તોડબાજી કેસમાં કરાયા સસ્પેન્ડ
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી
