Gandhinagar News/ ગાંધીનગરમાં આજે સવારે 10 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે

કેબિનેટમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન, રેક નિર્ધારણ અને બ્લેક માર્કેટિંગ પર અંકુશ માટેના પગલાંઓ પર નિર્ણય લેવાશે.સરદાર પટેલની જન્મજયંતિના ભાગરૂપે યોજાનારી ‘એકતા યાત્રા’ના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, જનભાગીદારી અને કાર્યક્રમની વિગતોને અંતિમ ઓપ આપવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાહેઠળ આજે સવારે 10 વાગ્યે સચિવાલય ખાતે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠક મળનાર છે. ખરીફ સિઝનના અંતે અને રવિ સિઝનની શરૂઆતમાં આ બેઠક અનેક મહત્વના વિષયોને આવરી લેશે, જેમાં ખેડૂતોની સીધી અસર કરતા મુદ્દાઓથી લઈને રાજ્યના આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો સુધીની ચર્ચા થશે.

ટેકાના ભાવે ચાલતી ખરીદી અંગે કરાશે સમીક્ષા

ચાલુ વર્ષે કપાસ, ડાંગર, મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રગતિ અને ખેડૂતોને થયેલા ચુકવણાની સ્થિતિની વિગતવાર સમીક્ષા થશે. તાજેતરમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ (Rain), ચક્રવાત અને અતિવૃષ્ટિથી પ્રભાવિત ખેડૂતોને (Farmers) આપવામાં આવેલી રાહત સહાયની ઝડપી ચુકવણી અને બાકી રહેલા કેસોના નિકાલ પર ચર્ચા થશે.

રાજ્યમાં ખાતરની અછત સંદર્ભે સમીક્ષા થશે

 યુરિયા અને DAPની વધતી માંગ વચ્ચે રાજ્યમાં ખાતરની અછતની સ્થિતિની સમીક્ષા કરાશે. કેન્દ્ર સરકાર સાથે સંકલન, રેક નિર્ધારણ અને બ્લેક માર્કેટિંગ પર અંકુશ માટેના પગલાંઓ પર નિર્ણય લેવાશે.સરદાર પટેલની જન્મજયંતિના ભાગરૂપે યોજાનારી ‘એકતા યાત્રા’ના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, જનભાગીદારી અને કાર્યક્રમની વિગતોને અંતિમ ઓપ આપવામાં આવશે.ડિસેમ્બરમાં યોજાનારી ચિંતન શિબિરના સ્થળ, તારીખ અને મુખ્ય એજન્ડા પર ચર્ચા થશે. આ શિબિરમાં 2030 સુધીના વિકાસનું રોડમેપ તૈયાર થવાની શક્યતા છે.

રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન સોંપાયા બાદ પ્રથમ વખત કેબિનેટમાં આ મુદ્દે ઔપચારિક ચર્ચા થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રોકાણ અને કેન્દ્ર સાથેના સંકલનની દિશામાં મહત્વના નિર્ણયો લેવાશે.આ ઉપરાંત રાજ્યના આગામી મોટા કાર્યક્રમો, નવી નીતિઓ અને વહીવટી સુધારાઓ પર પણ વિચારણા થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર ખાતે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ

આ પણ વાંચો:ગાંધીનગરમાં CM ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન…

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…