Bhavnagar News/ ભાવનગર જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી, સાત PIની બદલી

ભાવનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી કરી છે

Gujarat Others

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ભાવનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી કરી છે જેમાં વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.બી. ચૌહાણની બદલી કરવામાં આવી છે.

એચ.બી.ચૌહાણને ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને ગંગાજળિયા પોલીસ સ્ટેશનથી પી.આઇ. વી.કે. મકવાણાને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટરોની આ બદલીઓને કારણે પોલીસ બેડામાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

અગાઉ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાવનગર જિલ્લાના પોલીસ વડા (SP) નિતેશ પાંડેએ એક સાથે 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.. જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરીને આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.. સસ્પેન્ડ કરાયેલા આ 7 કર્મચારીઓ ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો અને વિભાગો સાથે જોડાયેલા હતા. આ કડક નિર્ણયને કારણે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી

આ પણ વાંચો:અરવલ્લી જિલ્લા પોલીસમાં ચીંપાયો બદલીનો ગંજીપો, 97 પોલીસ કર્મીઓની સાઘમેટે આંતરિક બદલી

આ પણ વાંચો:ગુજરાત પોલીસ અને IASમાં આગામી ફેરફારો: પ્રમોશન, બદલી અને નિવૃત્તિ