Gandhinagar News/ કમોસમી વરસાદ પછી યુરીયા ખાતરને લઈને ગુજરાતના ખેડૂતોની થતી ધીરજની કસોટી

હવે યુરીયા ખાતરને લઈને ગુજરાતના ખેડૂતનું નસીબ જાણે બે ડગલાં આગળ જ લાગે છે. તે જાણે કોઈને કોઈ લાઇનમાં જ ઊભા રહેવા સર્જાયો હોય તેવું લાગે છે. તેણે કદાચ આખી જિંદગી ખેડવામાં ઓછી પણ લાઇનમાં લેવામાં વધારે પસાર કરી હશે.

Gandhinagar Top Stories Ahmedabad Gujarat Breaking News
યુરીયા ખાતરને લઈને ખેડૂતો એ હલ્લાબોલ કરવું પડ્યુ છે.

Ahmedabad News: ગુજરાતના ખેડૂતનું નસીબ જાણે બે ડગલાં આગળ જ લાગે છે. હાલમાં ખેડૂત યુરીયા ખાતર માટે લાઇન લગાવીને ઊભા છે. તે જાણે કોઈને કોઈ લાઇનમાં જ ઊભા રહેવા સર્જાયો હોય તેવું લાગે છે. તેણે કદાચ આખી જિંદગી ખેડવામાં ઓછી પણ લાઇનમાં લેવામાં વધારે પસાર કરી હશે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આ સ્થિતિ છે.

યુરીયા ખાતર માટે ખેડૂતો ની લાઇન

હાલ યુરીયાખાતર માટે લાઇન જ્યારે ખેડૂતોએ આ પહેલા એપીએમસીમાં જણસો વેચવા માટે લાઇન લગાવી પડી હતી. તેના પહેલા કમોસમી વરસાદના કારણે સરકારે જાહેર કરેલું રાહત મેળવવાની અરજી આપવા લાઇન લગાવવી પડી હતી. તેના પહેલા બિયારણ માટે લાઇન લગાવવી પડી હતી. આ પૂર્વે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ખેતરોને નુકસાન જતાં તેના વળતર માટે લાઇન લગાવવી પડી હતી. સરકાર રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા માંગતી હશે, પરંતુ તેના માટે ખેડૂતોએ ટળવળવું પડે તેવી સ્થિતિ સર્જવાની જરૂર નથી.

અરવલ્લીના ભિલોડામાં ફરીથી યુરીયા ખાતર માટે લાઇન લાગી છે. સતત ત્રીજા દિવસે પણ ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન છે. પૂરતા પ્રમાણમાં ખાતર નહી મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. એગ્રો બિઝનેસ સેન્ટર આગળ વહેલી સવારથી જ લાઇન લાગી છે. વાવેતરના સમય વચ્ચે યુરીયા ખાતરની અછત સર્જાઈ છે.

ખેડૂતોની આ સ્થિતિ કંઈ અરવલ્લી પૂરતી જ મર્યાદિત છે તેવું નથી. પાટણના રાધનપુરમાં પણ ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી. તેઓએ પણ ખાતર ન મળવાની રાવ નાખી છે. લાઇનમાં કલાકોના કલાકો સુધી ઊભા રહેવા છતાં યુરીયા ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. આના પગલે રાધનપુર વિધાનાસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ ત્યાં પહોંચી ગયા છે. તેઓ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે પણ ખેડૂતો સાથે મળીને ખાતર આપવાની માંગણી કરી છે.

બનાસકાંઠામાં પણ યુરીયા ખાતરને લઈને ખેડૂતોએ હલ્લાબોલ કરવું પડ્યુ છે. દિયોદરમાં ખેડૂતોને ખાતર ન મળતા અટકાયા છે. છેલ્લા પાંચ દિવસથી કૃષિ કેન્દ્રમાં લાંબી કતારો લાગી છે. વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારમાં જોડાયા છે. કલાકો ઊભા રહેવા છતાં પણ ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારો આક્રોશ જોવા મળી રહ્યો છે. યુરીયા ખાતરની અછતથી ખેડૂતોને ધરમધક્કા પડી રહ્યા છે.

દિયોદર ઉપરાંત થરાદમાં પણ ખેડૂતોને યુરીયા ખાતર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. યુરીયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. રવિ સીઝનના પાક માટે ખેડૂતોને યુરીયા ખાતરની તાતી જરૂર છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ લાઇનમાં લાગ્યા છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોને ખાતર સમયસર નહીં મળે તો શિયાળુ પાકને નુકસાન થશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Kutch News/કચ્છના રાપર તાલુકામાં ખેડૂતોનો ખાતર માટે કકળાટ

આ પણ વાંચો: Dwarka News/દ્વારકાના જામ ખંભાળીયામાં ખાતર માટે ફરી લાઈનો લાગી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠામાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો, 60 જેટલા કટ્ટા કબજે લેવાયા