Jamnagar News/ અશ્વમેધ યજ્ઞ અંગેનું કોઈપણ આયોજન નથીઃ જામસાહેબની સ્પષ્ટતા

જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર ફરતા અશ્વમેધ યજ્ઞ અંગેના વાતને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું નામ યજ્ઞ સાથે જોડવામાં આવ્યું છે તે માત્ર એક અફવા છે.

Gujarat Top Stories Others Breaking News
જામસાહેબ શત્રુશલ્યસિંહજી

Jamnagar News: જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર ફરતા અશ્વમેધ યજ્ઞ અંગેના વાતને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું નામ યજ્ઞ સાથે જોડવામાં આવ્યું છે તે માત્ર એક અફવા છે અને તેઓ આ કાર્યક્રમ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી. તેમણે જણાવ્યું હતું કે મેં પોતે કે મારી કોઈ સંસ્થાઓ આ પ્રકારનું આયોજન કર્યું નથી. કોઈએ જાણે મારા નામનો ફાયદો ઉઠાવીને આ પ્રકારે લોકોને ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક જાહેર આમંત્રણ ફરતું થયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિધમ્સ ફાઉન્ડેશન ફેબ્રુઆરીમાં અશ્વમેધ યજ્ઞનું આયોજન કરશે. આમંત્રણ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજવંશની પ્રથમ પૂજા જામસાહેબના મહેલમાં થશે અને ત્યાંથી પુસ્તક યાત્રા યજ્ઞશાળા તરફ આગળ વધશે.

જામસાહેબ શત્રુશલ્યસિંહજી

આ અંગે, જામસાહેબે સ્પષ્ટતા કરી હતી કે તેમને રિધમ્સ ફાઉન્ડેશન વિશે કોઈ જાણકારી નથી. તેમણે આ બાબતે કોઈ પરવાનગી આપી નથી અને અશ્વમેધ યજ્ઞના સંગઠન સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી. નવાનગરના મહારાજા જામસાહેબે વાયરલ માહિતીને ખોટી ગણાવીને આ જાહેર સંદેશ તેમના પ્રજાજનોને મોકલ્યો છે.

તેમણે પત્રમાં દર્શાવેલા ફાઉન્ડેશન અંગે જણાવ્યું હતું કે મારી પાસે આવું કોઈ ફાઉન્ડેશન નથી. મેં આવા કોઈ ફાઉન્ડેશનને આ રીતે કંઈપણ કરવાનો અધિકાર આપ્યો નથી. આથી આવા કોઈ ફાઉન્ડેશન દ્વારા મારા નામનો ઉપયોગ કરીને કંઈપણ ચાલતું હોય તો તે બધુ ખોટું જ હશે. કોઈએ તેનાથી ભરમાવવું નહી. આના પગલે થોડા સમય પહેલાં જ જામસાહેબ અશ્વમેધ યજ્ઞનું આયોજન કરવાના છે અને તેમને ત્યાંથી પોથીયાત્રા નીકળશે તેવા પત્રને લઈને આખા જામનગરમાં મચેલી ચકચારનો જામસાહેબની સ્પષ્ટતા પછી અંત આવ્યો હતો.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત