@દિવ્યેશ પરમાર
સુરત શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ એક બેંકમાં ધોળા દિવસે પાંચ જેટલા ઈસમો બેંકમાં પિસ્તોલ લઈ ઘૂસી ગયા હતા અને બેંકના કર્મચારીઓને બાનમાં લઈ 14 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે.
સરતના સચિનમાં બેંકમાંથી લૂંટની ઘટના સામે આવી છે વાંઝ ગામે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રમાં આજે સવારે 11:30 કલાકે પાંચ જેટલા ઈસમો બેંકમાં આવ્યા હતા લૂંટ કરવાના ઇરાદે આવેલા ઇસમો હેલ્મેટ પહેરી બેંકમાં પ્રવેશ્યા હતા. બેંકમાં કર્મચારીઓને પિસ્તોલની અણીએ બાંનમાં લઈ લૂંટારોએ 14 લાખ જેટલી રકમની લૂંટ કરી હતી અને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.
વાંઝ ગામે બનેલી લૂંટની ઘટનાને લઇ સમગ્ર વિસ્તાર સહિત બેંક કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે બેંકની અંદર થયેલી લૂંટની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સમગ્ર મામલે હાલ તો સચિન પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે અને નાકાબંધી કરી લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સવાલ એ થાય કે સુરત શહેરમાં ધોળા દિવસે જો લુંટની ઘટના બને છે તો રાત્રિના સમયે શું નહીં થાય?
આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!
